ભાજપનો અંત નક્કી, ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકાર, કોંગ્રેસે કર્યો મોટો દાવો...
ગુજરાતની સરકારમાં મોટો બદલાવ આવી શકે છે અને કોંગ્રેસ આ વખતે કોઈ તક ગુમાવવાનો ઇરાદો નથી...

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતમાં વિશાળ તૈયારીઓ...

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતમાં વિશાળ તૈયારીઓ...
ગુજરાતની ધરતી પર 103 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવવાનું છે. આ અધિવેશનને લઈને રાજ્યભરમાં વિશાળ તૈયારી ચાલિ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ આ અવસરે ગુજરાત માટે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, "આવનારા સમયમાં ઘણી બાબતોમાં બદલાવ આવશે, જેમાં ગુજરાતની સરકાર પણ સામેલ છે."
પવન ખેરાનો મોટો દાવો...
કાંગ્રસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ મીડિયાને જણાવ્યું કે, "ગુજરાતમાં જે ચાલી રહ્યું છે તેમાં મોટો બદલાવ થવાનો છે. હવામાન, વાતાવરણ અને સરકાર બધું બદલાશે." તેઓએ વધુમાં કહ્યું કે, "ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે, અને આ વખતે કોંગ્રેસ કોઈ પણ તક ગુમાવવાનું નથી."
પ્રદેશની રાજનીતિ પર નેતાઓ તરફથી ટિપ્પણીઓ...
પવન ખેરાએ વધુમાં કહ્યું, "કોંગ્રેસ પરિવારની બેઠક અંગે ભાજપ કેમ હસ્તક્ષેપ કરે છે? ભવિષ્યમાં આ ભાજપ માટે થોડા દિવસની મહેમાન છે." તેમણે જણાવ્યું કે, આ રાષ્ટ્રીય અધિવેશનનું સંબોધન સમગ્ર દેશના રાજકીય દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ હશે અને 2027 ની ચૂંટણી પર તેની નોંધપાત્ર અસર પડશે. "કોંગ્રેસના DNA માં ગુજરાત છે અને ગુજરાતનો DNA કોંગ્રેસના DNA સાથે મેચ કરે છે."
64 વર્ષ બાદ અમદાવાદમાં યોજાશે રાષ્ટ્રીય અધિવેશન...
આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલ, 2025 ના રોજ અમદાવાદના સાબરમતી નદીના તટે યોજાવાનું છે. પવન ખેરાએ જણાવ્યું કે, "આર્થિક, સામાજિક અને રાજકીય દ્રષ્ટિકોણથી આ વિશાળ કાર્યક્રમને યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે." 8 એપ્રિલે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે.
વિશેષ વ્યવસ્થાઓ...
આ અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને AICC ના 200 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહી તેમના અભિપ્રાય રજૂ કરવાના છે. ગરમીનો પારો વધતા આરામદાયક વ્યવસ્થા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.