આણંદ જિલ્લાની આંકલાવ APMC કોંગ્રેસે કબજે કરી : 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
કહાનવાડી ગામની જમીનના વિવાદના પગલે ભાજપને ઉમેદવાર જ ના મળ્યાં

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને 237 વીઘા જમીન પાણીના ભાવે આપવું ભાજપને ભારે પડયું

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને 237 વીઘા જમીન પાણીના ભાવે આપવું ભાજપને ભારે પડયું
સુરેશ વણોલ, અમદાવાદ
આણંદ જિલ્લાના આંકલાવની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોંગ્રેસે કબજે કરી છે. આંકલાવ APMCની 10 બેઠકોની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોએ ફોર્મ નહીં ભરતાં કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આંકલાવ તાલુકાના કહાનવાડી ગામની 237 વીઘા જમીન પાણીના ભાવે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને ફાળવવા મુદ્દે વિરોધ થતાં ભાજપ પ્રેરિત પેનલને ઉમેદવાર નહી મળતાં કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
આંકલાવ APMC ના નિયામક મંડળની 10 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી. આ ચૂંટણી અંતર્ગત 27 માર્ચે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને 28 માર્ચે ફોર્મ ચકાસણીની હતી. APMCની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના 12 સભ્યોએ ફોર્મ ભર્યા હતા. જેમાં આંકલાવ ધારાસભ્ય અને વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત આવડાએ પણ ફોર્મ ભર્યું હતું.
આંકલાવ APMC માં કુલ 203 મતદારો છે. આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાંથી એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યા નહોતા. 1 એપ્રિલે કોંગ્રેસના 12 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 સભ્યો રહેતાં ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે.
આંકલાવ વિધાનસભા વિસ્તારમાં ભાજપના વળતા પાણી થયા હોય તેમ APMC ઉપર કોંગ્રેસે કબજો કરી લીધો છે. કહાનવાડી ગામની 237 વીઘા જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને પાણીના ભાવે આપી દેવાના વિવાદથી ભાજપને મોટું નુકસાન થયું છે. હારવાના ડરના કારણે ભાજપના સહકારી નેતાઓ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાથી દૂર રહ્યા છે. આંકલાવ APMCની ચૂંટણીમાં આણંદ જિલ્લા ભાજપના નેતાઓએ પણ રસ ન લીધો હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં કબજો જમાવનાર ભાજપના નેતાઓ આંકલાવ APMCની ચૂંટણીથી દૂર કેમ રહ્યા તે સવાલ નાગરિકોના મનમાં ઉઠી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.