દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રિવોલ્વિંગ ફંડના દુરૂપયોગ મુદ્દે કોંગ્રેસનો વિરોધ
ભારતીય કિસાન સંઘના અધિવેશન માટે રિવોલ્વિંગ ફંડનો દુરૂપયોગ કરવાનો આક્ષેપ

યુનિવર્સિટીની સુવિધા અને સંશોધન માટેનું ફંડ RSSની ભગીની સંસ્થા માટે વપરાયુઃ મનીષ દોશી

યુનિવર્સિટીની સુવિધા અને સંશોધન માટેનું ફંડ RSSની ભગીની સંસ્થા માટે વપરાયુઃ મનીષ દોશી
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સ્થિત કૃષિ યુનિવર્સિટી સામે રિવોલ્વિંગ ફંડના દુરૂપયોગ મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. RSSની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘના અધિવેશન માટે રિવોલ્વિંગ ફંડનો દુરૂપયોગ કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. યુનિવર્સિટીની સુવિધા અને ખેડૂતોના કૃષિ સંશોધન માટેનું ફંડ RSSની ભગીની સંસ્થા માટે વપરાયુ હોવાનો કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘને અધિવેશન માટે રૂપિયા 1 કરોડ આપ્યા હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે. જે રકમનો ઉપયોગ યુનિવર્સિટીના વિકાસ અને ખેડૂતોના સંશોધન માટે થવો જોઈએ તેના બદલે કિસાન સંઘના કાર્યક્રમમાં કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.
મનીષ દોશીએ વધુમાં જણાવ્યુ કે, રિવોલ્વિગ ફંડના નાણા જે તે સેન્ટરના વિકાસ માટે જ વાપરી શકાય તે સિવાય અન્ય કામગીરી માટે વાપરી શકાય નહીં. રિવોલ્વિગ ફંડનો હેતુ સિદ્ધ થતો નથી. કિસાન સંઘના પત્ર અન્વયે 1 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચ કરી શકાય નહીં. આઈ.સી.એ.આર. રિવોલ્વિગ ફંડના નાણાનો ઉપયોગ કરવા સારું જે તે આઈ.સી.એ.આર.ના પ્રોજેક્ટ ઇન્ચાર્જની મંજૂરી મેળવવાની હોય છે. સદર કાર્યક્રમ રિવોલ્વિગ ફંડના હેતુ સિવાય અન્ય કામગીરી માટે કરવાનું થતું હોવાથી રિવોલિંગ ફંડ ઉભું કરનાર સેન્ટરને કોઈ લાભ થવાનો નથી.
માત્ર કુલપતિની સામે થયેલા ફરિયાદોથી બચવા માટે આવા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળની 102મી બેઠકના મુદ્દા નંબર 102.6થી રિવોલ્વિગ ફંડના ઉપયોગ બાબતે નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રિવોલ્વિંગ ફંડનો ઉપયોગ આ પ્રકારના પ્રાથમિક શિક્ષણ વર્ગ માટે કરવાની જોગવાઈ નથી. ભારતીય કિસાન સંઘનું અધિવેશન કૃષિ યુનિવર્સિટી કરી શકે જ નહીં.
ઉલ્લેખનીય છે કે, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ભારતીય કિસાન સંઘનું અધિવેશન યોજાયુ હતુ. જેમાં દેશભરના 2500 થી 3200 ખેડૂતો અધિવેશનમાં હાજર રહ્યા હતા. આ અધિવેશન માટે કૃષિ યુનિવર્સિટીએ રૂપિયા 1 કરોડના રિવોલ્વિંગ ફંડની ફાળવણી કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.