કાંકરિયા કાર્નિવલ 2025ની સંપૂર્ણ વિગત
અમદાવાદમાં 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, ડ્રોન શો અને મફત એન્ટ્રી બનશે આકર્ષણ

કાંકરિયા કાર્નિવલ 2025

કાંકરિયા કાર્નિવલ 2025
અમદાવાદના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહ અને ઉમંગ સાથે કાંકરિયા કાર્નિવલનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાનારા આ મહોત્સવને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીના હસ્તે થશે ઉદ્ઘાટન :
કાંકરિયા કાર્નિવલ 2025નો વિધિવત પ્રારંભ 25 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ સાત દિવસીય મહોત્સવમાં દરરોજ સવારે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
કલાકારોનો જમાવડો અને મુખ્ય આકર્ષણો :
આ વર્ષે કાર્નિવલમાં ગુજરાતના નામી કલાકારો જેવા કે કિર્તીદાન ગઢવી, ગીતા રબારી, પાર્થ ઓઝા અને ઇશાની દવે સહિતના ગાયકો પોતાની કલા પીરસશે. મનોરંજન માટે મનન દેસાઈ અને ચિરાયુ મિસ્ત્રી જેવા સ્ટેન્ડઅપ કોમેડિયન્સ પણ લોકોને હસાવશે. મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય ડ્રોન શો, પાયરો શો (ફાયર ડાન્સ), લાઈટ એન્ડ સાઉન્ડ શો અને પેટ ફેશન શોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ વખતે 3500 થી વધુ સફાઈકર્મીઓ બલૂન મોઝાઈક દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરશે.
નિઃશુલ્ક એન્ટ્રી અને સમય :
અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર એ છે કે કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવતી નથી. મુલાકાતીઓ સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્નિવલનો આનંદ માણી શકશે. દરરોજ રાત્રે 10 વાગ્યે યોજાનારો ડ્રોન શો આખા કાંકરિયા તળાવને રોશનીથી ઝગમગાવી દેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ