લ્યો બોલો..હવે દમણમાંથી કેન્દ્રીય ગૃહમંત્રીનો નકલી OSD ઝડપાયો
નાની દમણ પોલીસ સ્ટેશનની તપાસને પ્રભાવિત કરવાનો કર્યો હતો પ્રયાસ

ગૃહમંત્રીના OSD તરીકે ફોન કરનાર મૂળ ઉત્તરપ્રદેશના શખ્સ સહિત બેની ધરપકડ

ગૃહમંત્રીના OSD તરીકે ફોન કરનાર મૂળ ઉત્તરપ્રદેશના શખ્સ સહિત બેની ધરપકડ
ગુજરાતમાં છેલ્લાં બે ત્રણ વર્ષથી નકલીની બોલબાલા છે. જામનગરના ખંભાળીયામાંથી નકલી અધિક કલેક્ટર ઝડપાયા બાદ દમણમાંથી કેન્દ્રીય ગૃહમંત્રીનો નકલી OSD ઝડપાયો છે. નાની દમણ પોલીસ સ્ટેશનની તપાસને પ્રભાવિત કરવા નકલી OSDએ ફોન કર્યો હતો. પોલીસને શંકા જતાં તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૂળ ઉત્તરપ્રદેશનો શખ્સ નકલી OSD હોવાનું માલૂમ પડતાં નાની દમણ પોલીસે મુંબઈથી અન્ય એક શખ્સ સાથે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રીના નકલી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અધિકારી ઝડપાયા છે. ઝડપાયેલા નકલી OSD એ કેન્દ્રીય ગૃહ મંત્રીના નકલી ઓએસડી બનીને પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
નાની દમણ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનાર વ્યક્તિએ પોતાને ગૃહમંત્રીના ઓએસડી તરીકે ઓળખ આપીને મહારાષ્ટ્રથી મળેલી ઝીરો એફઆઈઆરમાં ગુનો નોંધી પોતાના મિત્રની તરફેણ કરવાની વાત કરી હતી. દમણ પોલીસને શંકા જતા તપાસ હાથ ધરી હતી. જેમાં કોલ કરનાર વ્યક્તિ ગૃહમંત્રીનો OSD ન હોવાની માહિતી મળી હતી. તેથી પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના બિજનૌરના સુરેન્દ્રસિંગ અત્તારસિંગ અને મુંબઈના વડાલામાં રહેતા શહજાદ શમશાદ અહમદની ધરપકડ કરી છે.
બંને શખ્સોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે શહજાદ શમશાદ અહેમદ મુખ્ય આરોપીનો મિત્ર છે. તેણે પૈસાની લાલચ આપીને એક યોજના બનાવી હતી. જેમાં તેણે મહારાષ્ટ્રથી નાની દમણ પોલીસ સ્ટેશનમાં ઝીરો FIRના કાગળો મળ્યા છે. તેમની પૂછપરછ ચાલી રહી હોવાનું જણાવી તમે ગૃહ મંત્રીના OSD તરીકે નાની દમણ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને કોલ કરીને ગુનો નોંધવા અને તેમની તરફેણ કરવા કહ્યું હતું. નાની દમણ પોલીસને સમગ્ર બાબતે શંકા જતાં કોલ ડિટેઈલની તપાસ કરી હતી. તપાસ દરમિયાન શંકા વધુ ઘેરી બની હતી અને ત્યારબાદ બંને શખ્સોની ધરપકડ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.