ગુજરાત યુનિવર્સિટીમાં CMએ લોન્ચ કર્યું herSTART
PM મોદીના વિઝનને સાકાર કરતું ગુજરાત; રિસર્ચ પાર્કથી મહિલા સ્ટાર્ટઅપ્સને પાંખો મળશે

CMએ લોન્ચ કર્યું herSTART

CMએ લોન્ચ કર્યું herSTART
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ગુજરાત યુનિવર્સિટી ખાતે 'વુમન-લેડ ડેવલપમેન્ટ'ના વિઝનને વેગ આપતા અનેક મહત્વના પ્રકલ્પોનું લોન્ચિંગ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC) દ્વારા સંચાલિત 'herSTART' કાર્યક્રમની 5મી આવૃત્તિ લોન્ચ કરી હતી અને નવનિર્મિત રિસર્ચ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું.
વિદ્યાગૌરી નીલકંઠના સન્માનમાં નામાભિધાન
આ પ્રસંગે એક ઐતિહાસિક નિર્ણય લેતા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું નામ બદલીને ગુજરાતના પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ 'વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ' કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાગૌરી નીલકંઠનું જીવન આગામી પેઢીની મહિલાઓ માટે શિક્ષણ અને નેતૃત્વ ક્ષેત્રે પ્રેરણારૂપ બની રહેશે.
ટેકનોલોજી પર ભાર
નવનિર્મિત રિસર્ચ પાર્ક ઉદ્યોગ જગત, એકેડેમિયા અને સ્ટાર્ટઅપ્સ વચ્ચે સેતુ બનશે. આ સુવિધા સંશોધન, વ્યાપારીકરણ અને નવી ટેકનોલોજીના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, ટેકનોલોજી માત્ર કરિયર વિકલ્પ નથી પણ રાષ્ટ્ર નિર્માણનું મિશન છે. રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 માટે બજેટમાં ₹45 કરોડની જોગવાઈ કરી છે.
સેમીકન્ડક્ટર ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી
મુખ્યમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો કે સાણંદ અને ધોલેરા સેમીકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યા છે. 'herSTART' દ્વારા મહિલા ઉદ્યમીઓને હવે:
સેમીકન્ડક્ટર સ્ટાર્ટઅપ્સ અને ચિપ ડિઝાઇન
ફેબ્રિકેશન મેનેજમેન્ટ
ડીપ-ટેક ઇનોવેશન જેવા ઉચ્ચ તકનીકી ક્ષેત્રોમાં વિશેષ માર્ગદર્શન અને ઇન્ક્યુબેશન સપોર્ટ આપવામાં આવશે.
PM નરેન્દ્ર મોદીના 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અભિયાનની પ્રશંસા કરતા CMએ જણાવ્યું કે, એક દાયકા પહેલા દેશમાં માત્ર 500 સ્ટાર્ટઅપ હતા, જે આજે વધીને 2 લાખ થયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેમાંથી લગભગ અડધા સ્ટાર્ટઅપ્સ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે.
આ કાર્યક્રમમાં 'herSTART'ની ચોથી આવૃત્તિની સફળતાને દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને સફળ મહિલા સ્ટાર્ટઅપ સંચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.