પોલીસ કોન્સ્ટેબલનું પરેડ દરમિયાન હાર્ટ એટેકથી મોત
વટવા GIDCના પોલીસ કોન્સ્ટેબલનું પરેડ દરમિયાન હાર્ટ એટેકથી મોત, મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો

પરેડ દરમિયાન કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત

પરેડ દરમિયાન કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત
અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી દુઃખદ મોત થયું છે. અર્જુનસિંહ પરમાર ગોમતીપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે સોમવારે વહેલી સવારે પરેડમાં સામેલ હતા, જેમાં અચાનક તેમને છાતીમાં દુખાવાનો અનુભવ થયો હતો. તત્કાળ તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓનું મોત થયું હતું.
પ્રાથમિક તપાસ અનુસાર, ડોક્ટરોનું માનવું છે કે હૃદય રોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ થયું. જો કે, વધુ માહિતી મેળવવા માટે તેમના મૃતદેહનું પીએમ (પોસ્ટમોર્ટમ) કરાવા માટે ડોક્ટરોની એક ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.
અર્જુનસિંહ પરમારના અવસાનથી વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં દુઃખદ વાતાવરણ છવાયું છે, અને સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી છે.
અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમાર ગોમતીપુર પોલીસ ખાતે સોમવારે વહેલી સવારે પરેડમાં હતા, જે દરમિયાન અચાનક તેઓને છાતીમાં દુખાવો થયો હતો અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.