શિક્ષકોની અછતથી બાળકોનું ભવિષ્ય જોખમમાં
ઝરી ગામમાં 72 બાળકો વચ્ચે માત્ર એક જ શિક્ષક, ભણતર માટે બાળકોને અડધો કિલોમીટરના ધક્કા

છોટા ઉદેપુર શાળા શિક્ષણ સમસ્યા

છોટા ઉદેપુર શાળા શિક્ષણ સમસ્યા
છોટા ઉદેપુર: સૂત્રો પોકળ સાબિત થયા, ઝરી ગામમાં શિક્ષકોના અભાવે શિક્ષણના ફજેતા
છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સરકાર દ્વારા 'સૌ ભણે સૌ આગળ વધે' ના નારા લગાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં શિક્ષકોની ભારે અછતને કારણે બાળકોને પાયાનું શિક્ષણ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. કદવાલ તાલુકાના ઝરી ગામમાં આવેલી પ્રાથમિક શાળા આ સમસ્યાનું જીવંત ઉદાહરણ છે.
એક શિક્ષક અને બે વર્ગખંડની હાલાકી :
ઝરી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં અનેક બાળકો અભ્યાસ કરે છે, પરંતુ શાળાની વ્યવસ્થા વેરવિખેર છે. બાલવાટિકાથી ધોરણ 2 સુધીના 72 બાળકો માટે માત્ર એક જ શિક્ષક ઉપલબ્ધ છે. આ બાળકો બે અલગ-અલગ વર્ગખંડમાં બેસે છે, પરિણામે જ્યારે શિક્ષક એક રૂમમાં ભણાવતા હોય ત્યારે બીજા રૂમના બાળકોને ફરજિયાત બેસી રહેવું પડે છે.
અડધા કિલોમીટરના અંતરે ચાલતી શાળા :
ઝરી ગામની આ શાળા બે ભાગમાં વહેંચાયેલી છે. ધોરણ 3 થી 5 ના બાળકો માટેની શાળા મુખ્ય બિલ્ડિંગથી અડધો કિલોમીટર દૂર આવેલી છે. આ અંતરને કારણે બાળકોને પ્રાર્થના, મધ્યાન ભોજન અને નાસ્તા માટે વારંવાર એક સ્થળેથી બીજે સ્થળે જવું પડે છે. આ આવન-જાવનમાં બાળકોનો કિંમતી સમય વેડફાય છે અને તેની સીધી અસર તેમના અભ્યાસ પર પડી રહી છે.
મહેકમ ખાલી, તંત્રના ઠાલા આશ્વાસન :
શાળાના રેકોર્ડ મુજબ પાંચ શિક્ષકોનું મહેકમ હોવા છતાં અત્યારે માત્ર ત્રણ જ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. વાલીઓ અને સ્થાનિકોની ફરિયાદ છે કે શિક્ષકોની ઘટને કારણે તેમના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. બીજી તરફ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષકોની નવી ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવીને ટૂંક સમયમાં સમસ્યાના નિરાકરણનું આશ્વાસન આપ્યું છે.
ઝરી ગામના રહીશો હવે વહેલી તકે વધારાના શિક્ષકની નિમણૂક અને બાળકો માટે યોગ્ય ભૌતિક સુવિધાઓની માંગ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

15થી 17 દુકાનોમાં રહેલો કાપડનો માલ બળી ગયો હોવાનો વેપારીઓનો દાવો, એક ફાયરકર્મી ઈજાગ્રસ્ત… પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાત્રે વીજ કનેક્શન બંધ હોવા છતાં આગ લાગી કેવી રીતે?

આસારામે 20 દિવસની રાહત માટે કોર્ટમાં કરી ખાસ દલીલ… તો પછી ગુજરાત હાઈકોર્ટે અરજી કેમ ફગાવી દીધી? રાજસ્થાનમાં પેરોલ મળ્યા બાદ ગુજરાતમાં પણ જામીનની આશા હતી, પરંતુ કોર્ટમાં શું થયું?

રીલ બનાવવાનો શોખ કે જીવ સાથે રમત? કીમ રેલવે ઓવરબ્રિજ પર 40 ફૂટ ઊંચાઈએથી એક કૂદકો માર્યો અને યુવક સીધો નીચે પટકાયો… પરંતુ પછી જે થયું તે ચોંકાવનારું છે!