ધિક્કાર છે સુરતના તંત્રને..ગટરો ખુલ્લી તમે રાખો અને ભોગ બને માસૂમો...
સુરતમાં ખુલ્લી ગટરમાં ખાબકેલા બાળકનો 20 કલાક પછી પણ કોઇ પતો નથી

સુરતમાં ખુલ્લી ગટરમાં ખાબકેલા બાળકનો 20 કલાક પછી પણ કોઇ પતો નથી

સુરતમાં ખુલ્લી ગટરમાં ખાબકેલા બાળકનો 20 કલાક પછી પણ કોઇ પતો નથી
સુરતના વરીયાવ વિસ્તારમાં બુઘવારે સાંજે ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકની 20 કલાક પછી પણ ભાળ મળી શકી નથી.હવે બાળકને શોધવા માટે એનડીઆરએફની મદદ લેવામાં આવી છે. બીજી તરફ માસૂમ બાળકનો કોઇ પતો ના મળતાં લોકોમાં પણ ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ખુલ્લી ગટરોના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે જેથી લોકોએ ભેગા થઇને સુત્રોચ્ચાર પણ કર્યા હતા. નવાઇની વાત એ છે કે બાળકને બચાવવા માટે જ્યારે મેયરને ફોન કરાયો ત્યારે મેયર ક્રિકેટ મેચ રમવામાં બીઝી હતી અને તેમણે હું ટીમ મોકલું છું તેવી બેજવાબદારી રીતે વાત કરી હતી.
સુરતમાં અમરોલી-વરીયાવ રોડ પર રાધિકા પોઇન્ટ પાસે વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં 2 વર્ષનો માસૂમ બાળક કેદાર ગરકાવ થઇ ગયો હતો. કેદાર તેની માતા વૈશાલીબેન સાથે નિકળ્યો હતો ત્યારે કેદાર ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા અને તત્કાળ ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડના 7 જવાનોએ તત્કાળ બાળકની શોધખોળ શરુ કરાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનો ઓક્સિજન માસ્ક સહિતના સેફ્ટીના સાધનો પહેરીને ગટરમાં ઉતર્યા હતા અને શોધખોળ શરુ કરી હતી પણ બાળકનો પતો મેળવી શકાયો ન હતો. આખી રાત ફાયર બ્રિગેડનું ઓપરેશન ચાલ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ મિની કેમેરાનો પણ ઉપયોગ કર્યો હતો.
બાળકને શોધવા માટે મેપના આધારે કામગિરી કરી હતી તો ડ્રેનેજ લાઇન રોડ નીચે હોવાથી રોડ તોડીને ડ્રેનેજ લાઇનમાં શોધખોળ કરાઇ હતી. દરમિયાન આજે સવારથી ફરીથી બાળકની શોધખોળ કરાઇ હતી પણ સફળતા હજું સુધી મળી શકી નથી. ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનમાં ગેરકાયદેસર કનેકશનને કારણે પાણીનો ફોર્સ વધારે હોવાને કારણે મેઈન લાઈનમાં 15 ફુટ સુધી પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેને કારણે પણ શોધખોળમાં ભારે વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગની સાથે સાથે ઝોનની ટીમ દ્વારા પણ સ્ટ્રોમ ડ્રેનેજથી માંડીને ખાડીમાં તપાસ શરૂ કરવામાં આવી છે. બીજા દિવસે પણ બપોર સુધી કેદારનો કોઈ પત્તો ન મળતાં પરિવારજનો સહિત લોકોમાં વહીવટી તંત્રની કામગીરી વિરૂદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન સાથે મહાનગર પાલિકાના લાપરવાહીને પગલે માસુમ બાળક સાથે સર્જાયેલી દુર્ઘટનાને કારણે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
હવે બાળકની શોધખોળ માટે વડોદરાથી એનડીઆરએફની ટીમને બોલાવાઇ છે અને ટીમે પહોંચીને તપાસ શરુ કરી દીધી છે. હવે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ અને NDRF ની સંયુક્ત ટીમ સાથે મળી બાળકની શોધખોળ શરૂ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.