ખેડૂતોને હાશકારો ! ગુજરાતમાં વરસાદની વિદાય, આજે કેટલાક જિલ્લામાં છૂટીછવાઈ આગાહી
આજે 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી

વરસાદના વળતા પાણી

વરસાદના વળતા પાણી
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના જિલ્લાઓમાં આગામી અઠવાડિયામાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે. તે બાદ પાંચ દિવસ વાતાવરણ સુકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે. જેમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો આ વિસ્તારના 6 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ વરસી શકે છે. જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી.
હવામાન નિષ્ણાંત એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ હવે ઓમાન તરફ જતી રહી છે. જેથી હાલ ગુજરાતમાં આ સિસ્ટમની અસર નહીં પડે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આજે અમદાવાદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. આગામી ચારથી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે.
રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાય ગયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. લોધીકામાં 1.5 ઇંચ, ડાંગમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે થાનગઢમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત અન્ય 31 તાલુકાઓમાં 1 MM થી લઇ 20 MM સુધી વરસાદ નોંધાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ