ચૈતર વસાવા કેસમાં હાઈકોર્ટનો મોટો આદેશ
શકુંતલા વસાવા સહિત 5 દોષિતોને મળ્યા જામીન

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Chaitar Vasava Wife Shakuntala Granted Bail: નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ચર્ચાસ્પદ આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સામેના હાઈપ્રોફાઇલ કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અને મોટો આદેશ આપ્યો છે. વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર કરવાના મામલામાં નીચલી કોર્ટે 9 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં હાઇકોર્ટે ધારાસભ્યના પત્ની શકુંતલાબેન સહિત 5 દોષિતોની જામીન અરજી મંજૂર કરી છે, જેનાથી તેમને મોટી રાહત મળી છે.
વર્ષ 2023ની ઘટના અને વિવાદની શરૂઆત
આ સમગ્ર વિવાદ વર્ષ 2023 નો છે, જ્યારે જંગલની કેટલીક ખાલી પડેલી જગ્યાઓમાં સ્થાનિક ગામલોકોએ કપાસનું વાવેતર કર્યું હતું. જો કે, વન વિભાગના અધિકારીઓએ તે જગ્યા ખાલી કરાવીને જપ્ત કરાયેલો સામાન ખુલ્લા બજારમાં વેચી દીધો હતો. આ બાબતથી રોષે ભરાયેલા ગામલોકોએ નુકસાનના વળતરની માંગ સાથે ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ચૈતર વસાવાએ વન અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી, જેમાં અધિકારીઓ વળતર આપવા સંમત થતા તે સમયે વિવાદનો અંત આવ્યો હોવાનું મનાતું હતું, પરંતુ બાદમાં ઉચ્ચ અધિકારીઓના આદેશથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા હવામાં ફાયરિંગ અને ધમકીઓ
ફરિયાદ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને પોતાના ઘરે બોલાવીને ધમકી આપી હતી અને 60,000 રૂપિયાનું વળતર માંગ્યું હતું. ધારાસભ્યએ અધિકારીઓને ગાળો આપીને હાથ-પગ તોડી નાખવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં, પોતાના નિર્માણાધીન ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહીને ચૈતર વસાવાએ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આ દબાણ હેઠળ વનકર્મીઓએ પોતાના ખાતામાંથી એટીએમ (ATM) દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી.
નર્મદા કોર્ટનો ચુકાદો અને 9 આરોપીઓને 7 વર્ષની સજા
આ ગંભીર મામલે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓ સામે IPC ની કલમ 143, 14, 149, 186, 294, 353, 386 અને આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ ગુનો નોંધ્યો હતો. જૂન મહિનાના અંતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી હતી. તમામ સરકારી સાક્ષીઓ અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે 23 જૂન ના રોજ 5 પુરુષ અને 4 મહિલાઓ સહિત કુલ 9 આરોપીઓને દોષી જાહેર કર્યા હતા અને તમામ આરોપીઓને 7 વર્ષની કેદની સજા તથા ₹25,000 નો દંડ ફટકાર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અને 5 દોષિતોના જામીન મંજૂર
નીચલી કોર્ટના આ ચૂકાદા સામે ધારાસભ્યના પત્ની શકુંતલા વસાવા સહિતના દોષિતોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અને જામીન અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટમાં આ અરજી પર વિસ્તૃત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે આજે ચુકાદો જાહેર કરતા શકુંતલા વસાવા, રમેશ વસાવા, મરિયમ વસાવા, બલિરામ વસાવા અને મોગરાબેન વસાવા એમ કુલ 5 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે નોંધ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં આ પાંચેય આરોપીઓ મુખ્ય આરોપી તરીકે સામેલ નહોતા અને તેઓએ કોઈને શારીરિક ઇજા પહોંચાડી ન હતી.
ચૈતર વસાવા સહિત હજુ 3 આરોપીઓ જેલમાં જ રહેશે
હાઇકોર્ટના આ હુકમથી દોષિતોના પરિવારજનો અને સમર્થકોમાં રાહત અને આશ્વાસનનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ આ કેસમાં 17 દિવસનું બાળક ધરાવતી એક મહિલા આરોપીને પણ જામીન મળી ચૂક્યા હતા. આમ, હાઇકોર્ટમાંથી શકુંતલાબેન સહિતના પાંચ લોકોને જામીન મળ્યા હોવા છતાં, મુખ્ય આરોપી અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત હજુ 3 આરોપીઓ જેલમાં જ રહેશે અને આગામી સમયમાં તેમના કેસ પર કાનૂની લડત ચાલુ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ