ગાંધીનગરની નભોઇ નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2ના મૃતદેહ મળ્યા
કારમાં 5 વ્યક્તિ હોવાના અનુમાનથી શોધખોળ શરુ કરાઇ

કારમાં 5 વ્યક્તિ હોવાના અનુમાનથી શોધખોળ શરુ કરાઇ

કારમાં 5 વ્યક્તિ હોવાના અનુમાનથી શોધખોળ શરુ કરાઇ
ગાંધીનગર જિલ્લામાં કરૂણ ઘટના બની છે, જ્યાં નભોઈ ગામના પાસે નર્મદા કેનાલમાં એક કિયા સેલ્ટોસ કાર ખાબકતા વાહનમાં સવાર લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ, અને ગ્રામજનો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કિયા સેલ્ટોસ કારમાં કુલ પાંચ વ્યક્તિઓ સવાર હતા. હાલ સુધીમાં ફાયર બ્રિગેડ દ્વારા એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ છે.
કાર કેનાલમાં ખાબકી હોવાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને વહીવટી તંત્રે મળીને પ્રથમ તબક્કામાં કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાને ગંભીરતાથી લઈ હાઈડ્રો ક્રેન મશીન બોલાવવામાં આવ્યું છે જેથી કારને કેનાલમાંથી બહાર કાઢી શકાય.
દુર્ઘટનાની જાણ બાદ આસપાસના વિસ્તારોમાંથી લોકો ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થિતિને જોતા પોલીસ દળ ઘટના સ્થળે પહોંચ્યું છે.
અત્યાર સુધીમાં મળેલા મૃતદેહોની ઓળખ માટે ઓફિશિયલ ઓળખ વિધિ હાથ ધરવામાં આવી રહી છે, અને કાનૂની પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ બચાવ દળો અન્ય બાકી લોકોને શોધવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો---Vadodara: રામેશ્વરપુરમ સોસાયટીના રહીશો દ્વારા ગંદા પાણી મુદ્દે માટલા ફોડી કર્યો વિરોધ!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!