કાયદાનું કવચ બચાવી શકશે મહિલાઓને?
અભિવ્યક્તિ - ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું

કાયદાનું કવચ બચાવી શકશે મહિલાઓને?

કાયદાનું કવચ બચાવી શકશે મહિલાઓને?
આ પ્રોગ્રામ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત UNM ફાઉન્ડેશનની એક પહેલ છે. આ અભિવ્યક્તિ - ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તમામ ઉંમર અને વર્ગના કલા પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત કાલાપ્રેમીઓએ રંગમંચ કાર્યક્રમ અને વિઝ્યુઅલ આર્ટ સ્ટોરીઝને મનભરીને માણ્યો હતો.કાર્યક્રમના પહેલા દિવસે સોમ્ય જોષી દ્રારા નિર્દેશીત અને જીજ્ઞા વ્યાસ દ્રારા અભીનીત એક સુંદર નાટક રજુ કરવામાં આવ્યું હતું
આ નાટક થકી લોકો સુધી જનજાગૃતી અને દુષ્કર્મની વાત વિશેનો એક સંદેશ પહોચાડવામાં આવ્યો હતો. પરંતું આજે સવારે જ્યારે છાપું ઉપાડ્યું અને ત્યારે પાછા વળી એ જ સમાચારો, મણીનગરમાં છેડતીની ઘટના તો સુરતમાં લગ્નની લાલચે દુષ્કર્મની ઘટના અને આ બધા વચ્ચે એક વિચાર એવો આવે કે આ બધું ક્યારે અટકાશે.શું આના માટે કોઈ કડક કાયદા બનશે ખરા, હું એમ નથી કહેતી કે કાયદા નથી, કાયદાઓ છે,
પરંતુ કોઈ ઘટના બન્યા બાદ નવા કાયદાઓ બનાવામાં આવે છે પણ તેના પર કોઈ અમલ કરવામાં આવતો નથી.આપણી આ બહેરી સરકાર ને સાચ્ચે બુમો પાડીને જગાડવાની જરુર છે, પણ આપડી પ્રજા પણ બહેરી છે જેને કોઈ ફર્ક જ નથી પડતો, અન્ય લોકો સાથે થયુ છે ને આપણી સાથે થોડુ થયુ છે. પણ શું આપણી અથવા આપણા કોઈ નજીકના વ્યક્તિઓ સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને પછી જ આપણે જાગશું, આ સવાલ તો ઉભાને્ ઉભો જ છે.
ગુજરાત રાજ્યમાં પાછલાં 12 વર્ષમાં રેપ બાદ ભોગબનનાર મહિલા ગર્ભવતી બની હોય એવા કુલ 125 કિસ્સા સામે આવ્યા છે.આ તમામ આંકડા રાજ્યમાં રેપ બાદ ગર્ભવતી બનવાના કિસ્સાના છે. આ આકડાઓ તો સંપૂર્ણ ચિત્ર રજૂ કરતા નથી, અસલ આંકડો ખૂબ મોટો હોઈ શકે છે. જે આપણી ધારણાઓ કરતા પણ ખુબ મોટો હોઈ શકે છે.’
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ