કેડિલા કંપનીમાં રહસ્યમયી દુર્ઘટના
વોશરૂમમાં 4 કર્મચારી બેભાન થયા, મહિલા કર્મચારીનું મોત

ત્રણ કર્મચારીઓ બેભાન

ત્રણ કર્મચારીઓ બેભાન
અમદાવાદ નજીક ધોળકા ખાતે આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં કંપની વોશરૂમમાં એક મહિલા કર્મચારીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને બેભાન થઇ જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. એફ.એસ.એલ. ની પણ મદદ લેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ધોળકા નજીક આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીના વોશરૂમમાં કામ કરતી વખતે ત્રણે મહિલા કર્મચારીઓ અને એક પુરૂષ કર્મચારી બેભાન થઇને નીચે પડી હતા. અચાનક સર્જાયેલી આ દુર્ઘટના બાદ ચારેય બેભાન કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના દોડી આવ્યો હતો. જોકે બેભાન 3 કર્મચારીઓના જીવ બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક મહિલા કર્મચારી વર્ષાબેન રાજપુતનું નિધન થયું છે.
આ બનાવને પગલે મૃતક મહિલા વર્ષાબેન રાજપુતના પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાની મનાઇ કરી છે. તેમની માંગણી છે કે જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી નહી થાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવામાં આવશે નહી. પરિવારજનોએ કંપની પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને તટસ્થ તપાસની માંગ કરી છે.
વર્ષાબેન રાજપુતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમની માંગ છે કે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારજનોએ કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ ઉઠાવી છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતક વર્ષાબેન રાજપુતના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતકના પીએમ અને લેબોરેટરી ટેસ્ટ કરવા માટે ડોક્ટરોની પેનલ ટીમ બનાવવામાં આવશે. એટલું જ નહી એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવશે.
હાલમાં પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે કે કંપનીના વોશરૂમમાં આ ઘટના ક્યારે અને કેવી રીતે સર્જાઇ? ઘટનાનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. તેમજ કંપનીમાં કામ કરતા સુરક્ષાકર્મીઓ અને સ્ટાફની પૂછપરછનો દૌર શરૂ થઇ ગયો છે. પોલીસ તપાસ અને પીએમ બાદ જ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.