વાસણામાં બહેનની નજર સામે જ મધરાત્રે ભાઈની હત્યા
ઘરની બહાર સૂતેલા 25 વર્ષીય હિતેશ પર અજાણ્યા શખસે કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો

વાસણામાં મધરાત્રે ભાઈની હત્યા

વાસણામાં મધરાત્રે ભાઈની હત્યા
અમદાવાદના વાસણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. વાસણામાં ગુપ્તાનગર પાસે આવેલા ભરવાડવાસમાં ગત મોડી રાત્રે ઘરની બહાર ખુલ્લામાં સૂતેલા 25 વર્ષીય યુવક હિતેશ મેઘવાલની અજાણ્યા શખસે તેની 19 વર્ષીય બહેનની નજર સામે જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે.
મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની અને છેલ્લા 20 વર્ષથી વાસણામાં ભાડે રહેતા આ શ્રમિક પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું છે. મૃતક હિતેશ સાણંદમાં ફર્નિચરના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
ગત મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ તે પરિવારના અન્ય સભ્યો સાથે ઘરની બહાર પલંગ પર સૂતો હતો. જ્યારે આખો પરિવાર ગાઢ નિદ્રામાં હતો, ત્યારે અજાણ્યા શખસે હિતેશ પર અચાનક હુમલો કર્યો હતો.
મૃતકની 19 વર્ષીય બહેન જ્યોતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, "રાત્રે હિતેશને માર મારવાનો અવાજ આવતા મારી ઊંઘ ઉડી ગઈ હતી. મેં જોયું કે જેકેટ અને માથા પર ટોપી પહેરેલો એક પાતળો શખસ હિતેશ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી રહ્યો હતો." બહેને બૂમો પાડતા આસપાસના લોકો અને પરિવારજનો જાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં હત્યારો અંધારાનો લાભ લઈને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
લોહીલુહાણ હાલતમાં હિતેશને સારવાર મળે તે પહેલા જ 108ના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ તપાસ
ઘટનાની જાણ થતા જ વાસણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. વાસણા પોલીસ સ્ટેશનના પીઆઈ આર. એન. પટેલે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે.
પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવાની અને અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.