કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતો રાધનપુર મહેસાણા હાઇવેના સમીના ગોચનાદ પાસેનો 1965માં બનેલો બ્રીજ ઘણા સમયથી બિસ્માર હાલતમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ એકા એક જાગેલા મહેસાણા માર્ગ - મકાન વિભાગ બ્રીજને તાકીદે બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે.
ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ ગાંધીનગર થી આદેશ છૂટતા રાજ્યના તમામ જીલ્લામાં આવેલા નાના-મોટા બ્રીજની સ્થિતિ ચકાસવા ટીમો કામે લાગી છે. પાટણ જીલ્લામાં 40 જેટલા પુલો આવેલા છે. પુલની ચકાસણી માટે તપાસ માટે સ્થાનિક માર્ગ - મકાન વિભાગ મુહુર્તની રાહ જોઈ રહ્યું છે. સુત્રો પ્રમાણે વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે બેઠક બોલાવીને જીલ્લાના તમામ બ્રીજોનું નિરીક્ષણ કરવા સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
મહેસાણા હાઈવે પર કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતો સમી તાલુકાના ગોચનાદ ગામ પાસે બનાસ નદી ઉપર 1965માં બનાવવામાં આવેલા ઓવેર્બ્રીજ જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા. આ બ્રીજ ટોલ વગરનો હોવાથી દરરોજ હજારો વાહનો આ બ્રીજ પરથી પસાર થતા હતા. ત્યારે આ બ્રીજ પર પોપડા પડવાના શરુ થઈ ગયા છે. અને બ્રીજના સળિયા પણ દિખાતા થઈ ગયા છે. ગંભીરા બ્રીજની દુર્ઘટનામાં 21 લોકોના મોત નીપજ્યા આ વર્ષો જુનો બ્રીજ ગમે ત્યારે પડી જવાની અને મોટી જાનહાની સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જેથી તંત્ર દ્વારા સત્વરે આ બ્રીજના કારણે કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય અને બ્રિજનું સમારકામ કરવા માટેની માગ પણ ઉઠી છે.
સમીના ગોચાનાદ પાસેની બનાસ નદી પરનો જર્જરિત બ્રીજ ભારે વાહનો માટે બંધ કરાયો છે:
કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતો આ સમીના ગોચનાદ પાસે બનાસ નદી ઉપર 1965માં બનાવેલો બ્રીજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હોવાથી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહેલી જોવા મળી રહી છે. ત્યારે ગંભીર બ્રીજ ઘટના બન્યા બાદ મહેસાણા માર્ગ મકાન વિભાગે ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા શુક્રવારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જર્જરિત બ્રીજ પર વાહનોનું અવરજવર પ્રતિબંધ લાદી લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે, કે આગામી સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તકેદારીના ભાગરૂપે ભારે વાહનોના ટ્રાફિકને પુલ ઉપરથી પ્રતિબંધ કરી અન્ય માર્ગ પર ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. ભારે વાહનો માટે રાધનપુર સીનાડ ઉણ - થરા-ટોટાણા- રોડા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.