ગુજરાતમાં હાડ થિજવતી ઠંડી, પવનથી ઠંઠૂંવાયું
અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો; આગામી બે દિવસ કાતિલ ઠંડીની આગાહી

ગુજરાત ઠંડીની આગાહી

ગુજરાત ઠંડીની આગાહી
ગુજરાતમાં શિયાળાએ ફરી એકવાર અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા જનજીવન ઠૂંઠવાયું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કાતિલ પવનને કારણે ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બની રહ્યો છે.
પવનની ગતિ વધતા ઠંડીનું જોર વધ્યું :
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા અને ગતિમાં થયેલા ફેરફારને કારણે ઠંડીના પ્રભાવમાં વધારો થયો છે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું આ મોજું યથાવત રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ગાત્રો થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે.
કયા શહેરમાં કેટલું તાપમાન નોંધાયું ?
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે, જે 8 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે. વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાનના આંકડા નીચે મુજબ છે:
નલિયા: 7.7°C
રાજકોટ: 10.7°C
કંડલા અને કેશોદ: 10.1°C
મહેસાણા: 12.1°C
ડીસા: 13.1°C
ગાંધીનગર: 13.2°C
અમદાવાદ: 14.1°C
ક્યારે મળશે ઠંડીમાંથી રાહત ?
હવામાન નિષ્ણાતોના મતે, હજુ બે દિવસ ઠંડીનો ચમકારો રહેશે, ત્યારબાદ તાપમાનમાં ધીમે-ધીમે વધારો થવાની શક્યતા છે. અત્યારે રાત્રિના સમયે તાપમાન નીચું રહેતું હોવાથી લોકોને ગરમ કપડાં પહેરવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.