સફેદ દૂધનો કાળો કારોબાર; નકલી દૂધનું રેકેટ ઝડપાયું
તેલ અને પાવડરના મિશ્રણથી બનતું હતું ઝેરી દૂધ; બે રહેણાંક મકાનોમાં દરોડા પાડી માલ જપ્ત

નકલી દૂધનું રેકેટ ઝડપાયું

નકલી દૂધનું રેકેટ ઝડપાયું
ગુજરાત રોજબરોજ સાંભળવા મળતી નકલી વસ્તુઓની ભરમારમાં વધુ એક વસ્તુ જોડાઈ ગઈ છે. રોજબરોજ અને સંપૂર્ણ આહાર ગણાતું એવું દૂધ હવે બજારમાં નકલી મળવા લાગ્યું છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતું નકલી દૂધ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. ખાંભા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોડી રાત્રે બે રહેણાંક મકાનો પર દરોડા પાડ્યા હતા.
આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ દૂધ, બનાવટી પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઇંગોરાળા ગામના રાણા જેસા સુસરા અને રાજુ જસા આલના મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પરથી:
220 લિટર શંકાસ્પદ દૂધ
214 કિલો દૂધ બનાવવાનો પાવડર
43.4 કિલો વનસ્પતિ તેલ સહિત કુલ ₹78,820નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા 200 લિટરથી વધુ નકલી દૂધના જથ્થાનો તંત્ર દ્વારા મોડી રાત્રે જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ ઓફિસર કિશોર કળસરીયા અને ખાંભા PI કરણરાજસિંહ ચુડાસમાની ટીમે દૂધ, તેલ અને પાવડરના નમૂના લઈ તપાસ માટે એફએસએલ (FSL) લેબમાં મોકલી આપ્યા છે.
ખાંભા પંથક નકલી દૂધનું હબ?
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી નકલી દૂધ બનાવવાનો કાળો કારોબાર ફૂલ્યો-ફાલ્યો છે. અગાઉ પણ અનેકવાર આવી ફરિયાદો ઉઠી છે.
આ રેકેટના તાર જિલ્લાની કેટલીક નામી ડેરીઓ સુધી જોડાયેલા હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે. હાલ ખાંભા પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી છે અને એફએસએલના રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.