સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 215 બેઠકો પર ભાજપનો વિજય
68 નગરપાલિકામાં 196 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર

ભચાઉ, હાલોલ, જાફરાબાદ, બાંટવા નગરપાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરી

ભચાઉ, હાલોલ, જાફરાબાદ, બાંટવા નગરપાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરી
સુરેશ વણોલ, અમદાવાદ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત મતદાન થાય તે પહેલાં ભાજપે મેદાન માર્યુ છે. 4 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાના દિવસે હરીફ ઉમેદવારોની યાદી સ્પષ્ટ થઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 215 બેઠકો બિનહરીફ મેળવી છે. 68 નગરપાલિકામાં 196 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેના કારણે ભચાઉ, હાલોલ, બાંટવા અને જાફરાબાદ ભાજપે સત્તા હાંસલ કરી છે. આ ઉપરાંત જૂનાગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 9 બેઠકો બિનહરીફ મેળવીને કોંગ્રેસને લપડાક આપી છે.
જાફરાબાદ નગરપાલિકામાં કુલ 28 બેઠકોમાંથી ભાજપે 16 ઉમેદવારો બિનહરીફ કરાવી સત્તા હાંસલ કરી છે. જો કે, 12 બેઠકો ઉપર 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. ગત ટર્મમાં જાફરાબાદ નગરપાલિકામાં ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. લાઠી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના બે મહિલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયુ હતુ.
પંચમહાલની હાલોલ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે સત્તા મેળવી છે. ભાજપ 20 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે. 9 વોર્ડની 36 બેઠકો માટે 72માંથી 67 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા,. ત્યારબાદ 15 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપના 20 ઉમેદવારો બિનહરીફ થયા છે. પાંચ વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવારોની પેનલે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસના નેતાઓ ઉંઘતા ઝડપાયા છે. ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
જૂનાગઢમાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારોએ ભાજપનાં સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે મતદાન પહેલા બે વોર્ડના ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. વોર્ડ નં.12ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ હતુ. પરંતુ અન્ય ઉમેદવાર હોવાથી બેઠક બિનહરીફ થઈ શકી નથી. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂરી થતા કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા બાદ પરત ખેંચી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.
કચ્છની ભચાઉ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા વધુ એક બેઠક બિન હરીફ થઈ છે. ભચાઉ પાલિકામાં 28 બેઠકમાંથી 22 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા છે. કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી 22 બેઠકો બિનહરીફ થતાં હવે વોર્ડ નંબર 1,2,3 અને 6માં ચૂંટણી યોજાશે. ભચાઉ પાલિકામાં મતદાન પહેલાં કોંગ્રેસની કારમી હાર થઈ છે.
જ્યારે રાપર નગરપાલિકામાં ભાજપના બે ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. કોંગ્રેસના ત્રણ ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુ હતુ. રાપર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. બે બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. રાપર પાલિકાની 28 બેઠકમાંથી 26 બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે ત્રિપાખિયો જંગ જામશે.
વિપક્ષના ઉમેદવારોને ધાકધમકી આપી ફોર્મ પરત ખેંચાવ્યાનો આક્ષેપ...
વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકામાં ત્રણ દાયકાથી શાસન હોવાં છતાં વિકાસનાં કામો નહીં થતાં લોક આક્રોશને પગલે ભાજપ વિકાસનાં નામે મતો માંગી જીતવાને બદલે કોંગ્રેસ અને વિરોધપક્ષના ઉમેદવારોને બેસાડી દેવાનાં પ્રયાસો કર્યા હતા. વોર્ડ નં.1નાં 4 અને વોર્ડ નં.3ના 1 સહિત 5 કોંગ્રેસી ઉમેદવારોને સંપર્ક વિહોણા કરી દીધા હતા. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાની કોડિનાર નગરપાલિકામાં ભાજપના પૂર્વ સાંસદે વાતાવરણ ડહોળ્યુ હતું. ગાંધીનગરના માણસામાં ભાજપના ધારાસભ્યે કોંગ્રેસના ઉમેદવારો પર સતત રાજકીય દબાણ કરી ફોર્મ પરત ખેંચે તેવા હથકંડા અપનાવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો.
હળવદ નગરપાલિકામાં રવિવારે રાત્રિથી કોંગ્રેસના ઉમેદવારોને સતત ધમકી આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો. તેના કારણે ઉમેદવારોને પોલીસ રક્ષણ માગવું પડ્યું હતું. પોલીસે પણ યોગ્ય પ્રત્યુતર ન પાઠવતા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. નવસારી જિલ્લાની બીલિમોરા નગરપાલિકામાં ચૂંટણી અધિકારીએ ભાજપને મદદરૂપ થવા ગેરબંધારણીય વર્ણતૂક કરી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. મહીસાગર જિલ્લામાં પણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારના જાતિ પ્રમાણપત્ર અંગે કોંગ્રેસે રજૂઆત કરી હોવા છતાં ચૂંટણી અધિકારીએ એકતરફી નિર્ણય કરી ફોર્મ મજૂર કર્યુ હોવાની ચૂંટણી પંચમાં રજૂઆત કરાઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.