ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપ સરકારને ઘેરી
સુરતના વરાછાના ધારાસભ્યએ આરોગ્ય વિભાગ સામે ગંભીર આક્ષેપ કરતાં મામલો ચર્ચાસ્પદ

‘આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો જવાબ મળતો નથી, શું હાર્ટ ઍટેક ટાઈમ જોઈને આવે છે’: કુમાર કાનાણી

‘આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો જવાબ મળતો નથી, શું હાર્ટ ઍટેક ટાઈમ જોઈને આવે છે’: કુમાર કાનાણી
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યએ જ ભાજપ સરકારને ઘેરી હતી. જેના કારણે વિપક્ષના ધારાસભ્યો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગ સામે ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું કે, 'આયુષ્માન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટેનું એપૃવલ મળતું નથી. અમે આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો કોઈ જવાબ મળતો નથી. શું હાર્ટ ઍટેક ટાઈમ જોઈને આવતા હોય છે.'
કુમાર કાનાણી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગણાય છે. તેઓ પ્રજાની વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે અવાર-નવાર સવાલો કરતા હોય છે. ત્યારે વિધાનસભાના ચાલુ સત્રમાં તેમણે મંગળવારે પ્રશ્નોતરી દરમિયાન આરોગ્ય વિભાગની કામગીરી ઉપર સવાલો કર્યા હતા. કુમાર કાનાણીએ કહ્યું હતુ કે, 'રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય સેવાઓ બાબતે ગંભીર નથી.'
આરોગ્ય વિભાગ પર આક્ષેપ કરતા ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું હતું કે, 'આયુષ્માન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટે એપ્રુવલ મળતું નથી. અમે આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો કોઈ જવાબ મળતો નથી. શું હાર્ટ ઍટેક ટાઈમ જોઈને આવતા હોય છે.'
વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અંગે કુમાર કાનાણીએ કહ્યું કે 'ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવે ત્યાં સુધીમાં તો ખોરાકનું વેચાણ થઈ જાય છે. ભેળસેળ કરતાં તત્ત્વો સામે કાર્યવાહી થવી જોઈએ. એક વખત કોઈ દુકાનદારને નોટિસ મોકલી હોય તેવા દુકાનદાર બીજી વખત નોટિસ ન આવે તેવી રીતે કાયદાનું પાલન કરવું જોઈએ.'
ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ અનેક સમસ્યાઓને લઈ મુખ્યમંત્રી સુધી પત્રો લખી રજૂઆત કરી છે. તાજેતરમાં તેમણે સરથાણા પોલીસ તોડપાણી કરતી હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.