મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવવામાં ભાજપના નેતાઓનો ભાંગરોઃ ભગવાન બુદ્ધનો ફોટો મૂક્યો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા સહિતના નેતાઓની મોટી ભૂલ

સોશિયલ મીડિયા X ઉપર ભગવાન મહાવીરના બદલે ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છા પાઠવી

સોશિયલ મીડિયા X ઉપર ભગવાન મહાવીરના બદલે ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છા પાઠવી
સુરેશ વણોલ, અમદાવાદ
ગુરૂવારે દેશભરમાં ભગવાન મહાવીરની જયંતિની ઉજવણી કરવામાં આવી. મહાવીર જયંતિને લઈ નેતાઓએ જૈન સમાજના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો હતો. ભાજપના નેતાઓએ ભગવાન મહાવીરના બદલે ભગવાન બુદ્ધનો ફોટોવાળી પોસ્ટ મૂકી સોશિયલ મીડિયામાં શુભેચ્છા પાઠવી હતી. ભાજપના નેતાઓએ કરેલી પોસ્ટ વાયરલ થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જો કે, ભાંગરો વાટ્યાની જાણ થતાં કેટલાક નેતાઓએ ભગવાન મહાવીરનો ફોટો મૂકી ભૂલ સુધારી હતી.
મહાવીર જયંતિ નિમિત્તે સોશિયલ મીડિયા X પર પોસ્ટ મૂકી ભાજપના નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી. જેમાં નેતાઓએ ભગવાન મહાવીરના બદલે બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છા પાઠવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, પૂર્વ મંત્રી જીતુ વાઘાણી, અંકલેશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી, ઉંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ભૂલ કરી ભાંગરો વાટ્યો હતો.
આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલર હસમુખ પટેલ, ભાજપ નેતા નરેશ કેલ્લા સહિતના નેતાઓએ ગાડરિયા પ્રવાહની માફક ખોટા ફોટો સાથે પોસ્ટ મૂકી મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કર્યા બાદ થોડીવારમાં ભૂલ સુધારી હતી. જૂનું ટ્વિટ ડીલિટ કરીને ભગવાન મહાવીરના ફોટા સાથે નવું ટ્વિટ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં નવકાર મંત્રનું મહત્વ સમજાવતું ભાષણ આપ્યું હતું. જો કે, ભાજપના નેતાઓને નવકાર મહામંત્રનો મહિમા તો દૂર પણ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વચ્ચેના તફાવતની ખબર પણ નથી. ભાજપના નેતાઓએ સમજ્યા વગર મહાવીર જયંતી નિમિત્તે સૌથી પહેલાં શુભેચ્છા પાઠવવાની લ્હાયમાં ભાંગરો વાટતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.