614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અમદાવાદના સ્થાપના દિવસે મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા યોજાશે
6.25 કિમી લાંબી નગરયાત્રા યોજાશે

614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા

614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા
અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા માટે રથ લઈને અમદાવાદના રસ્તે વિહરશે. 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના 614મા સ્થાપના દિવસ નિમિત્તે માતાજીની રથયાત્રા કાઢવામાં આવશે જે કોટ વિસ્તાર અને ખાસ કરીને માતાજીની હાજરી અને આસ્થાના કેન્દ્રો ગણાતાં વિસ્તારો પાસેથી પસાર થશે. મહત્ત્વની બાબત એ છે કે, માતાજીની મૂર્તિ સ્થાપિત હોવાથી માતાજીની પાવડીઓને રથમાં રાખીને યાત્રા કાઢવામાં આવશે.
આ યાત્રામાં અંદાજે 90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબ્લો ટ્રકો, 3 ભજન મંડળીઓ જોડાશે. નગરજનોને બુંદીનો પ્રસાદ આપવામાં આવશે. યાત્રા ત્રણ દરવાજાથી શરુ કરીને બાબા માણેકનાથ સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, મ્યુનિસિપલ કૉર્પોરેશન કચેરી, ખમાસા, પગથિયા થઈને જમાલપુર જગન્નાથજી મંદિર પહોંચશે. નગરદેવતાના મંદિરે વિરામ લેવામાં આવશે. ત્યારબાદ મહાલક્ષ્મી મંદિર અને અન્ય સ્થળે જઈને નીજ મંદિર પરત ફરશે.
જાણકારોના મતે અમદાવાદની સ્થાપના કરવામાં આવી અને ખાસ કરીને અહમદશાહ બાદશાહ દ્વારા તેને કોટની રાંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ભદ્રકાળી માતાજીના મંદિરનો પ્રભાવ અકબંધ રહ્યો છે. તેમાંય મંદિર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, રાજા કર્ણદેવ દ્વારા મંદિર સ્થાપવામાં આવ્યું અને મુઘલકાળ આવ્યો ત્યાં સુધી દર વર્ષે માતાજીની યાત્રા નીકળતી હતી.
ત્યારબાદ કેટલાક કટ્ટર શાસકો દ્વારા આ યાત્રા બંધ કરી દેવાઈ. તે ઉપરાંત હિન્દુ અને જૈન સંપ્રદાયના સ્થાપત્યો, મંદિરો અને ઇતિહાસને ખૂબ જ નુકસાન કરવામાં આવ્યું. તેના પગલે મંદિરની યાત્રા પણ અટકી ગઈ હતી. ત્યારબાદ ક્યારેય માતાજીની નગરયાત્રા કાઢવાનો અવસર આવ્યો નહોતો કે કોઈએ પહેલ પણ કરી નહોતી.
આ યાત્રામાં અંદાજે 5000 માણસોનો ભંડારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને વિશેષ ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં માતાજીને વિશેષ શણગાર કરવામાં આવવાના છે
માતાજીના શણગાર અને આરતી કર્યા બાદ સવારે 8 કલાકે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. સૌથી પહેલા માતાજીના હાથના પંજાની છાપ છે ત્યાં રથ જશે. ત્યાંથી ત્રણ દરવાજા જ્યાં માતાજીનો અખંડ દીવો છે. ત્યાંથી માણેકચોક થઈને દાણાપીઠ થઈને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ઑફિસે રથ જશે. થી સીદી સૈયદની જાળીએ થઈને કોઠાના હનુમાન દાદા અને બહુચરમાતાના મંદિર પાસે ઊભો રહીને નગરજનોને દર્શન આપીને નીજ મંદિર પરત ફરશે. અહીંયા હવન અને ત્યારબાદ ભંડારાનું આયોજન કરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.