બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને કોણે કહ્યા 'ગદ્દાર'!
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાટડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ...

ફેસબુક ID પર પોસ્ટ કરનાર ભાજપના કાર્યકરો સામે કાર્યવાહી કરવા માંગ

ફેસબુક ID પર પોસ્ટ કરનાર ભાજપના કાર્યકરો સામે કાર્યવાહી કરવા માંગ
બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર વિરુદ્ધ ફેસબુક પર મૂકવામાં આવેલી એક અત્યંત વાંધાજનક પોસ્ટને પગલે પાટડીમાં ભારે તંગદિલી સર્જાઈ છે. આ પોસ્ટને કારણે ગેનીબેન ઠાકોરની માનહાનિ થઈ હોવાની અને જુદા જુદા ધર્મો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેમજ સુલેહ શાંતિનો ભંગ થાય તેવી શક્યતાને લઈને કોંગ્રેસના કાર્યકરો અને ઠાકોર સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગેનીબેન ઠાકોરની સુરક્ષાને પણ ખતરો હોવાની લાગણી ફેલાઈ છે.
મળતી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને પાટડી ભાજપના એક આગેવાન દ્વારા 'CM SARKAR' નામની ફેસબુક આઈડી પરથી ચિંતન મહેતા નામના શખ્સે આ વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં ગેનીબેન ઠાકોર વિશે અત્યંત માનહાનિકારક લખાણ હોવાનો આક્ષેપ છે. આ ઘટનાને પગલે દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકીએ તાત્કાલિક પાટડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી ચિંતન મહેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આજે પાટડીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા અને તેમણે પાટડીના મુખ્ય ચોક ગાંધી ચોકમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ જોરદાર નારા લગાવ્યા હતા અને રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ પોલીસને ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં પાટડી પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ FIR દાખલ કરીને આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો માત્ર દસાડા તાલુકામાં જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તીવ્ર આંદોલન ફેલાવવામાં આવશે. તેમણે એવી પણ ભીતિ વ્યક્ત કરી છે કે આના કારણે રાજ્યમાં અરાજક પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને સુલેહ શાંતિનો ભંગ થઈ શકે છે. હાલમાં પાટડી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.