વલ્લભની વારે આવ્યા માં બહુચર
જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરે બહુચરાજી માતાને રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરે બહુચરાજી માતાને રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરે બહુચરાજી માતાને રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
અમદાવાદ: તમને આ વાંચીને નવાઈ તો જરૂરથી લાગશે, સદીઓથી ચાલી આવતી પરંપરા આજે પણ નિભાવાય છે. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરે બહુચરાજી માતાને રસ રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. મા બહુચરના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતા બહુચરે ભર શિયાળે જ્ઞાતિ ભોજન કરાવ્યું હતું. આ અવસરે યોજાનાર આનંદના ગરબાની અખંડ ધૂન, અન્નકુટ અને મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમોના આયોજનને લઈને માઈભકતો દ્વારા મંડપ ડેકોરેશન અને સુશોભન-શણગાર સહિતના કાર્યોની તડામાર તૈયારીઓ કરવામાં આવે છે.
ગોહિલવાડમાં ઠેર-ઠેર લાખો માઈભકતોની અનન્ય શ્રધ્ધા અને આસ્થાના પ્રતિક સમાન બહુચરાજી માતાજીના મંદિરો આવેલા છે. તે પૈકીના પૌરાણિક એવા ભાવનગર શહેરના રૂવાપરી દરવાજા પાસેના બાલા બહુચરાજી માતાજી મંદિર, વડવા ખડીયા કુવા પાસેના મંદિર, ડોન ચોક ખાતેનું માઈ મંદિર, ભાવનગર-મહુવા હાઈવે પર અધેવાડા પાસેનું બહુચરાજીધામ ઉપરાંત સિહોર તાલુકાના અગીયાળી ખાતે આવેલ પ્રાચીન બહુચરાજીધામ સહિતના માઈ મંદિરોમાં આગામી તા.3 ડિસેમ્બરને મંગળવારે માગશર સુદ બીજના મહિમાવંતા મહાપર્વે રસ રોટલી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ઉપરોકત મંદિરોમાં આ નિમીત્તે માતાજીને ભરશિયાળે રસ રોટલીનો પ્રસાદ ધરાવાશે.
ભકત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ અનોખો પરચો પુર્યો હોય આ પરંપરાને જીવંત રાખવા માટે આગામી મંગળવારે માગશર સુદ બીજે ગોહિલવાડના તમામ બહુચરાજી માતાજીના મંદિરે માતાજીને રસ રોટલીનો પ્રસાદ (અન્નકુટ) ધરાવાશે.આ પરંપરા અનુસાર શહેરના રૂવાપરી દરવાજા, બાર્ટન લાયબ્રેરી પાસે આવેલા બાલા બહુચરાજી મંદિરે આગામી તા.૩ના આખો દિવસ અખંડ મહાધૂન યોજાશે તેમજ શહેરના વડવા ખડીયા કુવા બહુચર માતાજીના મંદિરે પણ મંગળવારે અખંડ આનંદના ગરબાની ધૂન યોજાશે. આ ઉપરાંત અન્ય મંદિરોમાં પણ વિવિધ ધામક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ