આસારામના જામીન પર આજે થશે સુનાવણી
અગાઉ રાજસ્થાન હાઈકોર્ટે તેમના જામીન લંબાવવાનો ઈનકાર કરતા જેલમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો
આસારામ
આસારામ
સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામના હંગામી જામીન પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ, ગુજરાત હાઈકોર્ટે તેમની તબિયતના કારણોસર ચાર વાર હંગામી જામીન લંબાવ્યા હતા, જેમાં છેલ્લીવાર 3 સપ્ટેમ્બર સુધીની મુદત આપવામાં આવી હતી.
કોર્ટે વ્હીલચેર અને એક સહાયકની આપી હતી છૂટ
જોકે, 27 ઓગસ્ટે રાજસ્થાન હાઈકોર્ટે તેમના જામીન લંબાવવાનો ઈનકાર કરતા તેમને જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટે જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ મુજબ આસારામની તબિયત એટલી ગંભીર નથી કે તેમના જામીન લંબાવવામાં આવે. તેમ છતાં, કોર્ટે તેમને વ્હીલચેર અને એક સહાયક રાખવાની છૂટ આપી હતી. આસારામે આ આદેશને પગલે જોધપુર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.
સિવિલમાં મેડિકલ ચેકઅપ
27 જૂને ગુજરાત હાઈકોર્ટે આસારામના જામીન 7 જુલાઈ સુધી લંબાવ્યા હતા. ત્યારબાદ 2 જુલાઈએ એક મહિના, 7 ઓગસ્ટ, 2025ના રોજ ત્રીજીવાર અને 19 ઓગસ્ટે ચોથીવાર 3 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવવામાં આવ્યા હતા. આ દરમિયાન, જોધપુર હાઈકોર્ટના આદેશને પગલે 18 ઓગસ્ટ, 2025ના રોજ આસારામને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા.
બહેનોએ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ
આસારામ સામે સુરતની 2 બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ મોટી બહેને કર્યો હતો. આ ફરિયાદને ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હતી, અને 2023માં ગાંધીનગર કોર્ટે આસારામને આ કેસમાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.
નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાઈ સામે પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આસારામ વિરુદ્ધનો આ કેસ સમાજમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો, અને તેમની કાનૂની લડાઈ હજી પણ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો