પ્રદુષણમાં વધારો થતાં ફેફસાંના દર્દી વધ્યા
અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા ફેફસાના દર્દીઓમાં વધારો નોંધાયો છે

પ્રદુષણમાં વધારો

પ્રદુષણમાં વધારો
અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા ફેફસાના દર્દીઓમાં વધારો નોંધાયો છે. 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં નોંધાયેલા દર્દીઓની સંખ્યા મુજબ અમદાવાદમાં 32 ટકાનો અને સમગ્ર ગુજરાતમાં 38 ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં 2023ના બે માસ ઓક્ટોબર અને નવેમ્બરની વાત કરીએ તો શ્વાસ લેવાની તકલીફ સાથે નોંધાયેલા દર્દી ઓક્ટોબરમાં 8602 અને નવેમ્બરમાં 8149 હતા.જે 2024માં અનુક્રમે વધીને 12351 અને 10789 થયા હતા. આમ ગત વર્ષના ઓક્ટોબર માસની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબરમાં 43.58 ટકા અને નવેમ્બરમાં 32.40 ટકા દર્દી વધ્યા છે. જ્યારે આ બે માસમાં ગત વર્ષે ગુજરાતમાં કુલ 16751 દર્દી નોંધાયા હતા અને જે આ વર્ષે વધીને 23140 થયા છે. આમ ગુજરાતમાં સરેરાશ 38.14 ટકા દર્દી વધ્યા છે.
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગત વર્ષે ઓક્ટોબરમાં 2267 દર્દી નોંધાયા હતા અને જે આ વર્ષે ઓક્ટોબરમાં વધીને 3201 થયા હતા.આમ 41.20 ટકા વધ્યા છે. જ્યારે ગત વર્ષે નવેમ્બરમાં 3201 દર્દી હતા જે આ વર્ષે નવેમ્બરમાં વધીને 2631 થયા છે. આમ 22.26 ટકા વધ્યા છે. ગત વર્ષે અમદાવાદમાં બે માસ(ઓક્ટોબર-નવેમ્બર)માં નોંધાયેલા કુલ 4419 ફેફસાના દર્દીઓ સામે આ વર્ષે બે માસમાં (ઓક્ટોબર-નવેમ્બર) 5832 દર્દી નોંધાયા છે. આમ અમદાવાદમાં 31.98 ટકાનો ફેફસાના દર્દીમાં વધારો થયો છે.
આ અંગે ફેફસા સંબંધિત રોગોના નિષ્ણાત ડૉ.તુષાર પટેલે જણાવ્યુ હતું કે નવરાત્રિથી દિવાળીના તહેવારો દરમિયાન પ્રદૂષણને લીધે શ્વાસની લેવાની તકલીફોમાં વધારો થાય છે અને દર્દીઓ વધે છે. ખાસ કરીને એલર્જિક બ્રોન્કાઈટિસના દર્દીઓમાં ઘણો વધારો થયો છે. આવા દર્દીઓ ઠંડી દરમિયાન માસ્ક પહેરવું, માથે ટોપી અને મફલર પહેરવું તેમજ, ધૂળ-ધુમાડા ધરાવતા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ