અર્જુન મોઢવાડિયાએ ગૌતમ અદાણીના વખાણ કર્યા પણ મુકેશ અંબાણીના નહીં, વાંચો સમગ્ર મામલો
અર્જુન મોઢવાડિયાનો અદાણી-અંબાણીનો નામ લીધા વગરના વીડિયો થયો વાયરલ

અર્જુન મોઢવાડિયાનો અદાણી-અંબાણીનો નામ લીધા વગરના વીડિયો થયો વાયરલ

અર્જુન મોઢવાડિયાનો અદાણી-અંબાણીનો નામ લીધા વગરના વીડિયો થયો વાયરલ
તાજેતરમાં ઉધ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણીમાં કરોડો ખર્ચો કર્યો હતો અને દેશ વિદેશના મહેમાનોને તેમણે બોલાવ્યા હતા જ્યારે બીજી તરફ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમના પુત્ર જીત અદાણીનું સાદાઇથી લગ્ન કર્યું હતું. આ બંને મુદ્દાએ દેશભરમાં ચર્ચા જગાવી હતી ત્યારે ભાજપના નેતા અર્જુન મોઢવાડીયાએ એક કાર્યક્રમમાં લગ્નના ખર્ચા વિશે વાત કરતા નામ લીધા વગર લગ્નમાં લખલૂટ ખર્ચો કરનારા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો ઉલ્લેખ તો કર્યો હતો પણ ખર્ચો ના કરનારા ગૌતમ અદાણીના વખાણ કર્યા હતા.
એક કાર્યક્રમમાં લગ્નના ખોટા ખર્ચા વિશે પોતાનું મંતવ્ય આપનાર અર્જુન મોઢવાડીયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ કાર્યક્રમમાં જનમેદની વચ્ચે પોતાનું ભાષણ આપતાં અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે હું દાખલો આપું..હમણાં બે ઉદ્યોગપતિના દિકરાના લગ્ન થયા..એકે 4 થી 5 હજાર કરોડનો ખર્ચો કર્યો...બીજાએ કોઇને બોલાવ્યા નહીં અને 10 હજાર કરોડનું દાન આપ્યું..એની શક્તિ હતી પણ એણે એ ના કર્યું..એણે અપંગ દિકરીઓને પરણાવાનું નક્કી કર્યું.આ વખતે તેણે 500 દિવ્યાંગને પરણાવાનું કામ કર્યું. આપણે પણ લગ્નમાં ઘણા ખર્ચા કરીએ છીએ.લગ્નમાં બહુ ખર્ચા કરે તો લગ્ન લાંબુ ચાલે એવું પણ નથી હોતું. ઘણી વખત બે વર્ષ પછી ફરીથી કંકોતરી આવતી હોય છે. મારા જેવાના ઘણાના સમુહ લગનમાં લગ્ન થાય તો લાંબા જ ચાલે છે. એવું જરુરી નથી કે લગ્નમાં ખર્ચા કરીએ.હવે તો કેટલા ખર્ચા થાય છે. સાંજે ખાવાનું કરો અને બીજું પણ કરીએ.. હું તો કહું છું કે બીજું કરીએ તો ત્યાં ન જવું જોઇએ . આગેવાનોોએ પણ ના જવું જોઇએ... લગ્ન તો સાત સંસ્કાર માટે હોય છે. ખર્ચો જે બચે તેમાં લાઇબ્રેરી બગીચો બનાવો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.