અરવલ્લી: સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર લગાવી રોક
કેન્દ્ર અને રાજ્યોને નોટિસ; 100 મીટરની ઊંચાઈવાળી વ્યાખ્યા હાલ સ્થગિત, 21 જાન્યુઆરીએ સુનાવણ

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ બાબતે ૨૦ નવેમ્બરના રોજ આપેલા પોતાના જ ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નિષ્ણાત સમિતિની ભલામણો અને કોર્ટની અગાઉની ટિપ્પણીઓને હાલ અમલમાં મૂકવામાં આવશે નહીં. આ મામલે હવે આગામી સુનાવણી ૨૧ જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
શું હતું અરવલ્લી વિવાદનું મૂળ કારણ ?
સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેન્દ્રીય પર્યાવરણ વિભાગની એક સમિતિએ ભલામણ કરી કે ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડોને જ અરવલ્લી ગિરિમાળા માનવામાં આવે. સુપ્રીમ કોર્ટે ૨૦ નવેમ્બરે આ વ્યાખ્યાને માન્યતા આપી હતી. આ નિર્ણયથી પર્યાવરણપ્રેમીઓમાં રોષ ફેલાયો હતો, કારણ કે આ વ્યાખ્યાથી અનેક નીચા પહાડો સંરક્ષિત ક્ષેત્રમાંથી બહાર નીકળી જતા હતા અને ખાણ માફિયાઓ માટે રસ્તો સાફ થઈ જવાની ભીતિ હતી.
કોર્ટે સરકારને પૂછ્યા 5 અણીયારા સવાલો: CJI સૂર્યકાંતે હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત સરકાર સહિત કેન્દ્રને નોટિસ પાઠવી નીચે મુજબના ગંભીર પ્રશ્નો પૂછ્યા છે:
શું અરવલ્લીની વ્યાખ્યા સીમિત કરવાથી સંરક્ષિત વિસ્તાર ઘટી જશે?
શું નવી વ્યાખ્યાથી નોન-અરવલ્લી વિસ્તારોમાં બેફામ ખાણકામ વધશે?
જો બે પહાડો વચ્ચે ૭૦૦ મીટરનું અંતર હોય, તો શું વચ્ચેના ભાગમાં ખાણકામની છૂટ મળી જશે?
આ સમગ્ર પ્રક્રિયામાં પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો પ્લાન શું છે?
શું ગિરિમાળાની મજબૂતી જાળવવા માટે ફરીથી વ્યાપક મૂલ્યાંકન જરૂરી છે?
જનતાનો વિરોધ અને પર્યાવરણપ્રેમીઓની જીત: ગુજરાતથી લઈને દિલ્હી સુધી આ મુદ્દે ભારે આંદોલનો થયા હતા. લોકોની ચિંતા હતી કે જો પહાડો નષ્ટ થશે તો ઈકો-સિસ્ટમ ખોરવાઈ જશે. વિરોધ વધતા કેન્દ્ર સરકારે ૨૪ ડિસેમ્બરે નવા ખાણકામ પર પ્રતિબંધનો આદેશ આપવો પડ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના આ સ્ટે ઓર્ડરથી 'અરવલ્લી બચાવો' આંદોલન કરી રહેલા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.