ગુજરાત ભાજપમાં વધુ એક લેટરકાંડ?
ગુજરાત ભાજપના ચૂંટણી સહ ઈન્ચાર્જ ધવલ દવેના વિરૂદ્ધ લખેલી પત્રિકા વાયરલ

સૌરાષ્ટ્રમાં ગુજરાત ભાજપના ચૂંટણી સહ ઈન્ચાર્જ ધવલ દવેના કારનામા...

સૌરાષ્ટ્રમાં ગુજરાત ભાજપના ચૂંટણી સહ ઈન્ચાર્જ ધવલ દવેના કારનામા...
સુરેશ વણોલ, અમદાવાદ
અમરેલી પાટીદાર યુવતી લેટરકાંડની તપાસ કરીને એસએમસીના વડા નિર્લિપ્ત રાયે અહેવાલ ડીજીપીને સોંપ્યો છે. તેવામાં સૌરાષ્ટ્રમાં વધુ એક લેટરકાંડનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત ભાજપના ચૂંટણી સહ ઈન્ચાર્જ અને રાજકોટના પ્રભારી ધવલ દવે વિરૂદ્ધ લખેલી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ પત્રિકાના કારણે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાય તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં “ગુજરાત ભાજપના ચૂંટણી સહ ઈન્ચાર્જ ધવલ દવેના કારનામા” ના શિર્ષક હેઠળ એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સૌરાષ્ટ્રના 25 વર્ષ જૂના પાર્ટીના કાર્યકરોનું એક વિશાળ વર્તુળના નામે વાયરલ થયેલી પત્રિકામાં ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને ચારિત્ર્ય અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના પ્રભારી તરીકે ધવલ દવેએ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની નિમણૂકમાં સાત આંકડામાં વહિવટ કરી કોંગ્રેસી માણસને બેસાડ્યાનો તેમજ આ કામમાં જિલ્લા ભાજપના અધ્યક્ષે સાથ આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સંગઠન પર્વમાં ચૂંટણી ઈન્ચાર્જ તરીકેની જવાબદારી અંતર્ગત મંડલના પ્રમુખોની નિમણૂકમાં મોટા આર્થિક વ્યવહારો કરી પસંદગી કરવામાં આવી હોવાનો તેમજ પસંદગી નહી થયેલા લોકો હવે સેટિંગના રૂપિયા પાછા લેવા ધવલ દવેનો સંપર્ક કરતા હોવાનો પત્રિકામાં આક્ષેપ કરાયો છે. સંગઠન મહામંત્રી રત્નાકરે પોતાને સ્વતંત્ર હવાલો આપ્યો હોવાથી મહામંત્રીની પસંદગીમાં વફાદાર લોકોની નિમણૂક કરાશે તેવું ધવલ દવે કહેતા હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે.
મંડલના મોટાભાગના પ્રમુખો મહિલા કાર્યકરની ભલામણવાળાને બનાવાયા હોવાનો તેમજ એક મહિલા આગેવાન સાથેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયા બાદ ફરિયાદ થઈ હતી અને સમગ્ર મામલાને દબાવી દેવામાં આવ્યો હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોતાના મિત્ર હોવાથી પીઆઇ, પીએસઆઇ તેમજ અન્ય સરકારી વિભાગના કર્મચારીઓની પસંદગીની જગ્યાએ બદલી કરાવી આપવાનું કહી આર્થિક વ્યવહારો કર્યા હોવાનો પત્રિકામાં આક્ષેપ કર્યા છે. તેવી જ રીતે સરકારી કામોમાં પોતાની ટકાવારી નક્કી કરી સ્થાનિક લેવલથી માંડી ગાંધીનગર સુધીના કોન્ટ્રાક્ટરના બિલો મંજૂર કરાવી આપવાનો આક્ષેપ કરાયો છે.
સૌરાષ્ટ્રનો હું એકમાત્ર નેતા છું અને રત્નાકરજીના કહેવાથી પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના અનેક નેતાઓનું રાજકારણ પતાવીને હજુ ઘણા નેતાને પતાવી દેવાના હોવાનો પત્રિકામાં ગંભીર આરોપ મૂકાયો છે. રત્નાકરજીની એક જ ઇચ્છા છે કે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી છે અને એ કામ પણ મને જ સોપ્યું છે. સંગઠન પર્વ જેવું પૂરું થાય એટલે મારે પછી સૌરાષ્ટ્ર પટેલ સમાજની પીપૂડી વગાડી દેવી છે તેવી વાતો કરતા ફરતા હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરાતા ગાંધીનગર સુધી મામલો પહોંચે તેવી શક્યતા છે. તેથી આગામી દિવસોમાં ભાજપની છબી ખરડાવી નાખે તે પહેલા ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવા અને ધવલ દવે તેમજ તેમની સાથે સંકળાયેલા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા પક્ષના વરિષ્ઠ આગેવાનોને પત્રિકામાં વિનંતી કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.