સુરતના માંગરોળમાં વધુ એક ગ્રીષ્માકાંડ જેવી ઘટના
સુરતના માંગરોળમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ ઘટના બહાર આવી છે. જેમાં એક યુવકે યુવતીનું ચપ્પા વડે ગળું કાપીને પોતે પણ પોતાના ગળા પર છરી ફેરવી દીધી.

ગુજરાતમાં વધુ એક ગ્રીષ્માકાંડ

ગુજરાતમાં વધુ એક ગ્રીષ્માકાંડ
સુરતના માંગરોળમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ ઘટના બહાર આવી છે. જેમાં એક યુવકે યુવતીનું ચપ્પા વડે ગળું કાપીને પોતે પણ પોતાના ગળા પર છરી ફેરવી દીધી. આ ઘટનાામાં યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. જ્યારે યુવક સારવાર હેઠળ છે.આરોપી યુવક નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો હોવાની માહિતી સામે આવી છે. યુવતી વાંકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેનું નામ તેજસ્વિની ચૌધરી હોવાનું સામે આવ્યું છે.
માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર આ ઘટના ઘટવા પામી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પણ પોતાનું ગળું છરી વડે કાપી નાંખ્યું. યુવતીને હાલ પોસ્ટમોર્ટમ અર્થ માંગરોળ સામુહિક આરોગ્યકેન્દ્ર ખાતે ખસેડાઇ . જ્યારે યુવકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ યુવક નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વરનો રહેવાસી હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે . યુવકને વધુ સારવાર અર્થે સુરત સિવિલ ખસેડાયો.યુવતી નું નામ તેજસ્વીની એન ચૌધરી ઉવ.૨૦ હોવાનું બહાર આવ્યું છે. યુવકનું નામ સુરેશ કાલિદાસ જોગી હોવાનું બહાર આવ્યું છે. મળેલી જાણકારી મુજબ સુરેશની સ્વર પેટી કપાઇ ગઇ હોવાથી બોલી શકતો ન હોવાથી મોબાઇલમાં ટાઇપ કરીને પરિવારના નંબર આપ્યા, પોલીસે પૂછતાં ઈશારામાં જણાવ્યું કે પહેલા યુવતીએ પોતાનું ગળું કાપ્યું, પછી પોતે પોતાનું ગળું કાપ્યું. પોલીસે પરિવારનો સંપર્ક કરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવ્યા છે. હાલ જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને તપાસ શરુ કરી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.