દુષ્કર્મ કેસમાં ભાજપના ફરાર ધારાસભ્ય સામે વધુ એક આક્ષેપ, જાણો સમગ્ર મામલો...
ફરાર ધારાસભ્યને પીડિતાએ ફાર્મ હાઉસમાંથી શોધી કાઢ્યો બાદમાં પીડિતા પર હુમલો કરી ફરાર થયો આક્ષેપ...

પ્રભાવશાળી રાજકીય નેતા વિરુદ્ધ ગંભીર આરોપો અને પોલીસની શંકાસ્પદ ભૂમિકા...

પ્રભાવશાળી રાજકીય નેતા વિરુદ્ધ ગંભીર આરોપો અને પોલીસની શંકાસ્પદ ભૂમિકા...
દુષ્કર્મ કેસમાં આરોપી અને ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પીડિત મહિલા પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો છે. ભાજપની જ મહિલા કાર્યકર સાથે દુષ્કર્મ કેસમાં આરોપી હોવા છતાં ગજેન્દ્ર સિંહની ધરપકડ કરવામાં આવી નથી. ગુરુવારે મળેલી માહિતી મુજબ, ગજેન્દ્રસિંહ ગાંધીનગરના વાસણા ચૌધરી ગામના ફાર્મ હાઉસમાં હાજર હતો. આ જાણ થતા પીડિતા મહિલા ત્યાં પહોંચી અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી. જોકે, બે કલાકથી વધુ સમય પસાર થયો છતાં પોલીસ ઘટના સ્થળે ન પહોંચી.
મહિલાએ અંતે સ્વયં ફાર્મ હાઉસમાં જઈને ગજેન્દ્રસિંહને પકડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, ધારાસભ્ય અને તેના ડ્રાઈવર સંજય ઝાલાએ મહિલાને માર માર્યો અને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. બાદમાં ગજેન્દ્રસિંહે કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પીડિત મહિલાએ તેનો પીછો કરતા હાઈવે પર ગજેન્દ્રસિંહની કાર સાથે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં મહિલાને ઈજા થતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પીડિત મહિલાનો આક્ષેપ – પોલીસ આરોપીનું રક્ષણ કરી રહી છે...
પીડિત મહિલાએ આ બનાવની જાણ કરતા 17 વખત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યા, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેણીએ પોતે જ ગજેન્દ્રસિંહને પકડવાનો પ્રયાસ કર્યો. તેની સામે ગંભીર હુમલો કરવામાં આવ્યો, અને પોલીસે દબાણ ઊભું કરવા માટે સેક્ટર-7 પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ બોલાવી દીધો હતો. આ દરમિયાન સસ્પેન્ડ થયેલા PI જી.એસ. ગોસ્વામી સંજય ઝાલાને લઈને હોસ્પિટલમાં આવ્યો અને પીડિત મહિલાને દબાણમાં લેવાનો પ્રયાસ કર્યો.
ફરાર આરોપી અને પોલીસની ભૂમિકા પર સવાલો...
આ મામલામાં ગજેન્દ્રસિંહ પરમાર, તેના ડ્રાઈવર સંજય ઝાલા, સસ્પેન્ડ થયેલા PI ગોસ્વામી અને વાસણા ચૌધરી ગામના ફાર્મ હાઉસના માલિક વિરુદ્ધ પીડિત મહિલાએ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસની ઢીલી કાર્યવાહી અને આરોપી ધારાસભ્યને અપાતા અનોખા રક્ષણને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. પીડિત મહિલા પર થયેલા આ હુમલાએ રાજકીય ગલિયારા ગરમાવી દીધું છે, અને આરોપી ધારાસભ્યની તાત્કાલિક ધરપકડ માટે દબાણ વધી રહ્યું છે.
સવાલ તો થશે જ?
શું રાજ્ય સરકાર અને પોલીસ આ કેસમાં ન્યાય આપશે? કે ફરી એકવાર સત્તાવાળાઓને રક્ષણ મળતું રહેશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.