એક પહેલ "અભિવ્યક્તિ"
સિટી આર્ટ્સ પ્રોજેક્ટ કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિના પ્રથમ દિવસનો પ્રારંભ

"અભિવ્યક્તિ"

"અભિવ્યક્તિ"
ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત UNM ફાઉન્ડેશનની એક પહેલ એવા અભિવ્યક્તિ - ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિના પ્રથમ દિવસનો પ્રારંભ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે તમામ ઉંમર અને વર્ગના કલા પ્રેમીઓની મોટી સંખ્યામાં હાજરી સાથે કરવામાં આવ્યો. ઉપસ્થિત કાલાપ્રેમીઓ એક સુંદર નાટક અને વિઝ્યુઅલ આર્ટ સ્ટોરીઝને મનભરીને માણી હતી.
અમદાવાદ ખાતે 21 નવેમ્બરના રોજ અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. UNM ફાઉન્ડેશન દ્વારા સમર્થિત આ પહેલ આર્ટ્સના ચારેય સેગમેન્ટ વિઝ્યુયલ આર્ટ, મ્યુઝિક, ડાન્સ અને થિયેટરમાં નવા વિચારો, આઇડીયા અને પ્રયોગોનું ઉત્સાહવર્ધન કરે છે. અભિવ્યક્તિનો મંચ દરેક વ્યક્તિ સુધી કળાના વિવિધ સ્વરૂપોને પહોંચાડવા તેમજ ટેલેન્ટ ધરાવતા લોકોને તેમની પ્રતિભા દર્શાવવા માટે કોઇપણ પ્રકારની મર્યાદા વિના પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ એડિશનની શરૂઆત અભિવ્યક્તિની પૂર્વવર્તી ઈવેન્ટ તરીકે કરતાલ વર્કશોપ યોજવામાં આવી હતી અને તે તેના પ્રતિભાગીઓના પરફોર્મન્સ સાથે થઈ હતી.
અભિવ્યક્તિના ભવ્ય ઉદ્ઘાટનમાં ઓપનિંગ શોમાં '" ઓહ વુમનિયા' દ્વારા ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોને એકસાથે જોડ્યા હતા અને એક જબરદસ્ત પરફોર્મન્સ રજૂ કરાયુ હતું. જે સોમ્ય જોષી દ્રારા નિર્દેશીત જીજ્ઞા વ્યાસ દ્રારા અભીનય કરવામાં આવેલ એક સુંદર નાટક 'ઓહ વુમનિયા'
અભિવ્યક્તિ અમદાવાદના આર્ટ અને કળાના લેન્ડસ્કેપમાં એક નવું પાનું અને ઉત્સવનો પ્રારંભ કરવા તરફ જઈ રહ્યું છે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઈન્સ્ટોલેશન અને થિએટર સાથે અનેકવિધ કલાસ્વરૂપો સામેલ છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય અમદાવાદના શહેરીજનો સુધી આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની આર્ટ અને કળા લાવવાનો છે અને તે પણ શહેરીજનોના કોઈપણ ખર્ચ વિના!
અભિવ્યક્તિની આ છઠ્ઠી આવૃત્તિ તારીખ 21 નવેમ્બરથી 8 ડિસેમ્બર 2024 દરમિયાન છે. કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે www.abhivyaktiart.org પર લોગ ઓન કરી શકે છે અથવા 7069104444/7069105555 નંબર ઉપર ફોન કરી શકે છે. તમામ લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ