અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે કર્યો 1 રૂપિયાનો ઘટાડો
દૂધની ત્રણ જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં નજીવો એવા એક રૂપિયાના ઘટાડાની જાહેરાત કરવામાં આવી

અમૂલ દૂધના ભાવમાં ઘટાડો

અમૂલ દૂધના ભાવમાં ઘટાડો
અમૂલ ડેરી દ્વારા છેલ્લા ઘણાં સમયથી દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આજે હવે ધણા સમય બાદ પહેલીવાર અમૂલ ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા દૂધની ત્રણ જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં નજીવો એવા એક રૂપિયાના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.
અમૂલ ડેરીએ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ આ ત્રણ દૂધની પ્રોડક્ટના 1 લીટરના પાઉચ પર 1 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે. અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા, અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા, અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.