અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો રૂપિયા 10નો વધારો , દાણ પણ થયું સસ્તુ
અમૂલએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કર્યો છે અને દાણના ભાવમાં પણ ઘટાડો કર્યો છે, જેથી 7 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે.

અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો

અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો
અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. હવે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કર્યો છે. આ અગાઉ જે ભાવ રૂપિયા 855નો હતો, તે હવે રૂપિયા 865 કરવામાં આવ્યો છે. આ પગલાથી પશુપાલકોના આવકમાં વધારો થશે.
આ સાથે અમૂલે દાણના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. દાણની 70 કિલોની બેગ હવે રૂપિયા 1540ની બદલે રૂપિયા 1505માં મળશે, એટલે કે રૂપિયા 35નો ફાયદો થશે. 50 કિલોની બેગમાં રૂપિયા 25નો ઘટાડો થયો છે - જૂનો ભાવ રૂપિયા 1075 હતો, જે હવે રૂપિયા 1050 થશે.
આ નિર્ણયથી 7 લાખથી વધુ પશુપાલકોને સીધો લાભ મળશે. મહત્વનું છે કે, ગ્રાહકો માટે દૂધના ભાવમાં કોઈ વધારો થયો નથી, એટલે કે દૂધના વેચાણનો ભાવ યથાવત રહેશે.
થોડા દિવસો પહેલા બનાસ ડેરી અને સરહદ ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. બનાસ ડેરીએ તો 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 25નો વધારો કરવાની જાહેરાત કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!