મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ભાજપના ક્યા નેતાએ કર્યો આક્ષેપ?
‘મગફળીનું વાવેતર નહી કરનારા લોકોએ નબળી કક્ષાની શીંગ ખરીદી ટેકાના ભાવે સરકારને ધાબડી’

‘મગફળીનું વાવેતર નહી કરનારા લોકોએ નબળી કક્ષાની શીંગ ખરીદી ટેકાના ભાવે સરકારને ધાબડી’

‘મગફળીનું વાવેતર નહી કરનારા લોકોએ નબળી કક્ષાની શીંગ ખરીદી ટેકાના ભાવે સરકારને ધાબડી’
ટેકાના ભાવે મગફળી ખરીદી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો કરાવ્યાનો રાજ્ય સરકારે દાવો કર્યો છે. ત્યારે અમરેલી ભાજપના નેતાએ મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતાં વિવાદ થયો છે. અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે સોશિયલ મીડિયા ‘એક્સ’ પર મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે પોસ્ટ કરી કેટલાક સવાલ કરતાં વિવાદ વધુ ઘેરાયો છે. સામાન્ય રીતે વિપક્ષના નેતાઓ સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા હોય છે. પણ, ભાજપના નેતાએ સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાં મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી હતી. મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો અમરેલી ભાજપના નેતા ડૉ.ભરત કાનાબારે આક્ષેપ કર્યો છે. સોશિયલ મીડિયામાં ડો. કાનાબારે ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે વેપારીઓ અને સરકારી અધિકારીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો દાવો કર્યો છે.
સોશિયલ મીડિયા ‘એક્સ’ પર કરેલી પોસ્ટમાં તેમણે કહ્યુ છે કે, મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કેટલાક વેપારીઓ, અધિકારીઓ અને મગફળીનું વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતોએ 7-1 રજૂ કરી કૌભાંડ આચર્યું છે. તેમણે લખ્યું છે કે, 'આ વર્ષે ગુજરાત સરકારે મગફળી માટે નક્કી કરેલ ટેકાના ભાવ અને બજારભાવ વચ્ચે 250 થી 350 રૂપિયા જેટલો તફાવત હતો. આ ભાવફેરનો ફાયદો લેવા મોટાભાગના માર્કેટયાર્ડમાં વેપારીઓ, ખરીદી સાથે જોડાયેલા અધિકારીઓ અને વચેટિયાની ટોળકીઓ સક્રિય હતી. જેમણે મગફળીનું વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતની જમીનના 7/12 રજૂ કરીને બજારમાંથી નીચા ભાવે નબળી કક્ષાની શીંગ ખરીદી ટેકાના ભાવે ધાબડી દીધી. મિલીભગતથી થયેલી આવી ખરીદીનો આંકડો કરોડોનો થાય છે. ધિક્કાર છે એ અધિકારીઓને જેમને સરકાર સાથે છેતરપિંડી કરી. ફટ છે એ વેપારીઓને જેમણે અન્યના 7/12 બતાવી બજારમાંથી ખરીદેલી શીંગ ટેકાના ભાવે પધરાવી દીધી. શરમ છે એ ખેડૂતોની હરકત પર જેઓ જાણ્યે-અજાણ્યે પોતાની જમીનના 7/12 અન્યોને આપી આ કાવતરામાં શામિલ થયા છે.
ડો. ભરત કાનાબાર અગાઉ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ નિયમિતપણે સરકારી તંત્રમાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે ભાજપ નેતાના ગંભીર આક્ષેપથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડ કરનારા વેપારી અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા ખેડૂતોએ માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.