AMCએ જાહેરાત એજન્સીઓને ₹34.53 કરોડની લેટ ફી માફી આપી, સરકારે ઠરાવ રદ કર્યો
કરોડો રૂપિયા માફ કરવાના ઠરાવને રદ કરવા મ્યુનિ. કમિશનરે સરકારને ભલામણ કરી હતી

AMCની તિજોરીની ચિંતા કર્યા વગર સત્તાધીશોએ લેટ ફી માફ કરવાના ઠરાવને મંજૂરી આપી હતી

AMCની તિજોરીની ચિંતા કર્યા વગર સત્તાધીશોએ લેટ ફી માફ કરવાના ઠરાવને મંજૂરી આપી હતી
સામાન્ય નાગરિકો અને વેપારીઓ પાસેથી વેરાની વસૂલાત માટે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો કડકાઈ કરતાં ખચકાતા નથી. પરંતુ AMCના સત્તાધીશોએ સત્તાનો દુરૂપયોગ કરી જાહેરાતની એજન્સીઓની રૂપિયા 34.53 કરોડની લેટ ફી એક જ ઝાટકે માફ કરી દીધી હતી. કમિશનરને જાણ કર્યા વગર AMCની સામાન્ય સભા તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરી દીધો હતો. આ ઠરાવ સામે તત્કાલિન કમિશનરે સરકારને પત્ર લખી રદ કરવા ભલામણ કરતાં શહેરી વિકાસ વિભાગે ઠરાવ રદ કરી દીધો છે. જેના કારણે AMCના સત્તાધીશોની મનમાની ઉપર પાણી ફરી ગયુ છે.
અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ કરોડો રૂપિયાનો નફો કરતી જાહેરાતની એજન્સીઓની લેટ ફી તરીકે રૂપિયા 34.53 કરોડ માફ કરી દીધા હતા. AMCની સામાન્ય સભા અને સ્ટેન્ડિંગે કમિટીમાં ઠરાવ કરી લેટ ફી માફ કરી દેવામાં આવી હતી. ઠરાવ કરતાં પહેલાં . AMCની તિજોરીને નુકસાન થવાની સત્તાધીશોએ કોઈ ચિંતા કરી નહોતી. આ ઠરાવ સામે તત્કાલીન મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસને રાજ્ય સરકારને પત્ર લખી રદ કરવા ભલામણ કરી હતી. તેથી શહેરી વિકાસ વિભાગે ઠરાવ રદ કરતો આદેશ કર્યો છે. કમિશનરને જાણ કર્યા વગર ઠરાવ કર્યો હોવાથી સરકારે તેને રદ કરવાની ફરજ પડી છે.
પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને સરકારને પત્ર લખી કહ્યું હતું કે, જાહેરાત માટે વસૂલાતી લાઈસન્સ ફી અને લેટ પેમેન્ટ ચાર્જીસ કોમર્શિયલ વસૂલાતમાં આવે છે. તેથી એજન્સીઓને રાહત આપવી યોગ્ય નથી. તેથી GPMC એક્ટની કલમ 451 મુજબ ઠરાવ રદ કરવો જોઈએ. આ ઠરાવ મુજબ જાહેરાતની એજન્સીઓ મૂળ રકમ 31 માર્ચ 2023 સુધીમાં ભરે તો તેમની 100 ટકા લેટ ફી માફ કરવાની શરત રાખવામાં આવી હતી. બોર્ડે 29 માર્ચે ઠરાવ મંજૂર કર્યો હતો.
અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લાં 5 વર્ષથી 155 જેટલી એજન્સીઓ પાસેથી 55.66 કરોડની લાઈસન્સ ફી બાકી છે. આ એજન્સીઓ ઉપર 34.53 કરોડ લેટ ફી લાગુ પડે છે. આ ફી માફી માટે એક સિનિયર નેતાએ દોઢ કરોડ લીધાની અમદાવાદ મહાનગરપાલિકામાં ચર્ચા થઈ રહી છે.
એજન્સીઓ પાસે કરોડો રૂપિયાની લાયસન્સ અને લેટ ફી બાકી
એજન્સીનું નામ બાકી ફીની રકમ
ચિત્રા પબ્લિસિટી 10 કરોડ
ક્રિષ્ના કમ્યુનિકેશન 08 કરોડ
સેલવેલ મીડિયા સર્વિસ 7.50 કરોડ
રસિલ પબ્લિસિટી 5.50 કરોડ
કૌશિક પબ્લિસિટી 05 કરોડ
ગુજરાત આર્ટ કોર્નર 05 કરોડ
શૈશવ પબ્લિસિટી 3.50 કરોડ
એવરેસ્ટ આઉટડોર 03 કરોડ
એવરેસ્ટ પબ્લિસિટી 03 કરોડ
કેસર એડ્સ 03 કરોડ
દિયા એડ્સ 2.50 કરોડ
ધ મીડિયા કેફે 1.80 કરોડ
તિરૂપતિ પબ્લિસિટી 1.80 કરોડ
અક્ષર એડવર્ટાઈઝિંગ 1.60 કરોડ
સેલવેલ મીડિયા કોર્પ 1.60 કરોડ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.