હોળી પ્રગટાવવા પર AMCનો નિર્ણય, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
રોડ પર હોળિકા દહનના કારણે રોડને ઘણું નુકસાન થાય

હોળી પ્રગટાવવા પર AMCનો નિર્ણય

હોળી પ્રગટાવવા પર AMCનો નિર્ણય
હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો રહ્યા છે, અને આ તહેવારને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીની બહાર અને રોડ પર હોળી પ્રગટાવનારાઓ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં, રોડ પર હોળિકા દહનના કારણે રોડને ઘણું નુકસાન થાય છે. આથી, મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો અનુસાર, હવે રોડ પર હોળી પ્રગટાવતી વખતે કેટલીક ખાસ બાબતોને રાખવી પડશે.
પ્રાપ્ત થયેલ માહિતી મુજબ, દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીઓને ઈંટ અને રેતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોળી પ્રગટાવતી વખતે, આ ઈંટ અને રેતી રોડ પર પાથરવાની રહેશે. આ રીતે હોલિકા દહનના કારણે થતા માર્ગના નુકસાનને રોકી શકાય છે. ખાસ નોંધનીય છે કે, આ રેતી અને ઈંટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મફતમાં પૂરી પાડવામાં આવશે. સોસાયટી દ્વારા જે જથ્થો માગવામાં આવશે, તે અનુસાર તેમને રેતી અને ઈંટો આપવામાં આવશે.
પંચાંગ અનુસાર, આ વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 13 માર્ચ, ગુરુવારે સવારે 10.35 કલાકે શરૂ થશે અને 14 માર્ચ, શુક્રવારે બપોરે 12.23 કલાકે સમાપ્ત થશે. હોલિકા દહન 13 માર્ચે થશે. આ દિવસે ભદ્રા સાંજે 06.57 કલાકે શરૂ થઈ રહી છે, જે રાત્રે 08.14 કલાક સુધી ચાલશે, ત્યારબાદ ભદ્રા મુખ રાત્રે 10.22 કલાકે શરૂ થશે, જે રાત્રે 11.26 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, જો હોલિકા દહન ભદ્રા સમય પછી કરવામાં આવે છે, તો હોલિકા દહન રાત્રે 11.26 થી 12.30 સુધી કરી શકાય છે, એટલે કે તમને હોલિકા દહન માટે 1 કલાક અને 4 મિનિટ મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.