AMCની બેદરકારી, સાઇનબોર્ડ પડતાં બાળકનો હાથ ભાંગ્યો
અમદાવાદમાં સાઇનબોર્ડ ધરશાઈ થતાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા, AMC સામે રોષ

અમદાવાદમાં સાઇનબોર્ડ ધરશાઈ થતાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા, AMC સામે રોષ

અમદાવાદમાં સાઇનબોર્ડ ધરશાઈ થતાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા, AMC સામે રોષ
અમદાવાદમાં જાહેરખબરના હોર્ડિંગ અને વિસ્તાર-રોડની માહિતી આપતા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે. જે હવે લોકો માટે ખતરારૂપ બની રહ્યા છે. કારણ કે શહેરના કાંકરિયા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવેલું સાઇનબોર્ડ ધરાશાયી થતાં ટુ વ્હીલર પર જઇ રહેલા પરિવારને અકસ્માતનો ભોગ બન્યો છે. આ અકસ્માતમાં બાળક સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી છે. ઘટનાથી આક્રોશિત પરિવારે AMC સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ઝાકમઝોળ નહીં, કાળજીવાળી દિવાળી કરો. AMC સામે પોલીસ ફરિયાદ નોંધો.
ઇજાગ્રસ્તમાં દીપમાલા જૈન (ઉં.વ. 38), દિવ્યાંગ જૈન (ઉં.વ. 6) અને જિયા જૈન (ઉં.વ. 10) છે. મળતી માહિતી મુજબ બાળકી જિયા જૈને સ્પોર્ટ્સ એકટીવિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હોવાથી માતા દીપમાલા જૈન અને ભાઇ દિવ્યાંગ જૈન ત્રણેય ગતરાત્રિના લઈને મણિનગર બાગથી કાંકરિયા તરફ ફરવા અને નાસ્તો કરવા માટે ગયાં હતાં. જે દરમિયાન કાંકરિયાના ગેટ નંબર-1 પુષ્પકુંજ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિસ્તાર અને રોડની માહિતી આપતું સાઈન બોર્ડ અચાનક ધરાશાયી થઇને એક્ટિવા પર પડ્યું હતું. જેમાં દીપમાલા જૈન, દિવ્યાંગ જૈન અને જિયા જૈન ઈજાગ્રસ્ત થયા હતા. તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે મણિનગરની એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે કોઇ જાનહાનિ થઇ હોત તો કોણ જવાબદાર હોત? સાઇનબોર્ડની મજબૂતી સહિતના અનેક સવાલો મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે થઇ રહ્યા છે. સામાન્ય પવનમાં સાઇનબોર્ડ ધરાશાયી થઇ ગયું હતું. જો શહેરમાં ભારે પવન ફૂંકાય તો અમદાવાદમાં ઠેર-ઠેર લાગેલા મોટા મોટા હોર્ડિંગ અને સાઇનબોર્ડ તૂટી શકે છે અને મોટી જાનહાનિ પણ સર્જાઇ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ