AMC ના એન્જિનિયરો ''ભણ્યા'' પણ ''ગણ્યા'' નહી
કોર્પોરેશનના અધિકારીઓએ કર્યું બુધ્ધીનું પ્રદર્શન,ચાર રસ્તા પર મકરબા ફ્લાયઓવર ઉતારી દીધો

AMC ના એન્જિનિયરો ''ભણ્યા'' પણ ''ગણ્યા'' નહી

AMC ના એન્જિનિયરો ''ભણ્યા'' પણ ''ગણ્યા'' નહી
મકરબા રેલવે ક્રોસિંગ પર વાહનચાલકોને લાંબો સમય સુધી ઊભા રહેવું ના પડે તે માટે મ્યુનિ. દ્વારા 70 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજનું મોટાભાગના કામ લગભગ પૂરું થઈ ગયું છે. જો કે, આ બ્રિજ તૈયાર થઈ ગયા પછી ટ્રાફિક જામનું નવું હોટસ્પોટ બનશે. કારણ કે બ્રિજનો એક છેડો કોર્પોરેટ રોડ પર ઉતારવામાં આવ્યો છે.
જ્યાં ચાર રસ્તા પડતાં કોર્પોરેટ રોડ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાવાની સંભાવના છે. બ્રિજનો છેડો થોડો આગળ એટલે કે એસજી હાઈવે નજીક ઉતાર્યો હોત તો ટ્રાફિકજામમાંથી બચી શકાય. ચાર રસ્તા પર જ બ્રિજનો છેડો ઉતરતો હોવાથી બ્રિજ પરથી ફૂલ સ્પીડમાં આવતાં વાહનોના કારણે અકસ્માત થવાનું જોખમ પણ વધી જશે. સ્થાનિકોએ પણ આ બ્રિજ ચાર રસ્તા પર ઉતરી રહ્યો હોવાથી નારાજગી વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે,
આ કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરશે. ઉલ્લેખનીય છે કે, શહેરનો કદાચ આ પ્રથમ બ્રિજ હશે જે ચારરસ્તા પર ઉતરશે. બ્રિજનું કામ મે 2025 સુધીમાં પૂરું થવાની શક્યતા છે. મકરબા રેલવે ક્રોસિંગ પર વારંવાર ટ્રાફિકજામ થતાં ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ