હવામાન નિષ્ણાત અંબલાલ પટેલ ગુજરાતના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, અખાત્રીજથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે, જેના પગલે આગામી દિવસોમાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, તારીખ 30 એપ્રિલથી 8 મેં સુધી ગુજરાતનું વાતાવરણ સંપૂર્ણપણે પલટાઈ જશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન ફૂંકવાની શક્યતા છે. આ સાથે જ ગાજવીજ સાથે વરસાદ પણ વરસી શકે છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર બની શકે છે.
રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમ્સવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. આ શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે, જેનાથી લોકોને ગરમીથી આંશિક રાહત માળી શેકે છે.
આગામી સમયમાં અરબ સાગરમાં પણ હવામાનની ગતિવિધિઓ તેજ બનવાની આગાહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાઈ શકેક છે. આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, ગુજરાતના અન્ય કેટલાક ભાગોમાં પણ તેની અસરથી વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલની આ આગાહી રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે મહત્વપૂર્ણ છે. પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત અને ત્યારબાદ સંભવિત વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળશે, જ્યારે ખેતીના કામોમાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. જો કે, ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવે છે. હવામાન વિભાગની વધુ અપડેટ્સ પર નજર રાખવી જરૂરી છે.