અમદાવાદમાં 15 લાખથી વધુ વૃક્ષોની નોંધણી
રક્તચંદન અને બ્રાન્ચ પામ જેવી 261 વિવિધ પ્રજાતિઓ મળી આવી છે

વૃક્ષોની નોંધણી

વૃક્ષોની નોંધણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગ્રીન કવરને સમજવા માટે હાથ ધરવામાં આવેલી વૃક્ષ ગણતરીની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, જોકે નિર્ધારિત 12 મહિનાના સમયગાળાની સરખામણીએ આ પ્રોજેક્ટની ગતિ થોડી ધીમી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં શહેરના કુલ 48 વોર્ડમાંથી 8 વોર્ડમાં ગણતરીની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે, જેમાં જમાલપુર, બાપુનગર, મણિનગર, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ખોખરા અને અસારવાનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના 40 વોર્ડમાં કામગીરી હજુ પ્રગતિ હેઠળ છે.
શહેરમાં 261 વિવિધ પ્રકારની પ્રજાતિના વૃક્ષો મળ્યા
લેટેસ્ટ ડેટા મુજબ, 19 જાન્યુઆરી 2026 સુધીમાં શહેરમાં કુલ 15,10,705 વૃક્ષોની ગણતરી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના પર્યાવરણીય સંતુલનને સમજવાનો અને ભાવિ આયોજન માટે સચોટ ડેટા મેળવવાનો છે. અમદાવાદ વૃક્ષ ગણતરી દરમિયાન વનસ્પતિશાસ્ત્રીઓ અને પર્યાવરણપ્રેમીઓ માટે આનંદના સમાચાર એ છે કે, શહેરમાંથી કુલ 261 વિવિધ પ્રકારની પ્રજાતિના વૃક્ષો મળી આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ગણતરી દરમિયાન અનેક અત્યંત દુર્લભ કહી શકાય તેવી પ્રજાતિઓ પણ જોવા મળી છે.
ઔષધીય ગુણ ધરાવતું કોચલું પણ જોવા મળ્યું
જેમાં બ્રાન્ચ પામ (Hyphaene dichotoma), પૌરાણિક મહત્વ ધરાવતો રુખડો (Adansonia digitata), લેપર્ડ્સ બાર્ક ટ્રી (Caesalpinia ferrea), કૃષ્ણ સિરીસ (Albizia amara) અને કિંમતી રક્તચંદન (Pterocarpus santalinus) જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેગર્સ બાઉલ, એલિફન્ટ ઇયર અને ઝેરી હોવા છતાં ઔષધીય ગુણ ધરાવતું કોચલું (Strychnos nux-vomica) પણ અમદાવાદની ધરતી પર લહેરાતા જોવા મળ્યા છે.
થલતેજમાં 88,559 અને ગોટામાં 76,259 વૃક્ષો નોંધાયા
વોર્ડ વાઈઝ ગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો, નવરંગપુરા વોર્ડ 1,33,384 વૃક્ષો સાથે મોખરે છે, જ્યારે થલતેજમાં 88,559 અને ગોટામાં 76,259 વૃક્ષો નોંધાયા છે. અમદાવાદ વૃક્ષ ગણતરીના ડેટા દર્શાવે છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારોમાં હરિયાળીનું પ્રમાણ પૂર્વ વિસ્તારોની સરખામણીએ વધુ સંતુલિત છે. જોકે, હજુ પણ અનેક વોર્ડમાં ગણતરી બાકી હોવાથી કુલ આંકડો 20 લાખને વટાવી જાય તેવી શક્યતા છે. AMC ના બગીચા ખાતા દ્વારા આ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં વૃક્ષારોપણની વ્યૂહરચના ઘડવા અને દુર્લભ વૃક્ષોના જતન માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદની જૈવવિવિધતાનું સચોટ ચિત્ર પ્રથમ વખત લોકોની સામે આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.