અમદાવાદમાં બેફામ કારે વાહનચાલકોને લીધા અડફેટે, એક મહિલાનું મોત, ચાર ઈજાગ્રસ્ત
બેફામ રફતારનો કહેર, સ્કોડા કારચાલકે 3થી 4 વાહનચાલકોને અડફેટે લીધા, 1 મહિલાનું મોત

અકસ્માતમાં મહિલાનું મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત

અકસ્માતમાં મહિલાનું મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત
છેલ્લા થોડા સમયથી નબીરાઓ દ્વારા મનફાવે તેમ ગાડી ચલાવી લોકોને કચડવાનો જાણે કે ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે ફરી એક વાર અમદાવાદમાંથી આવો જ બનાવ સામે આવ્યો છે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં બેફામ રફતારનો ( Car accident in ahmedabad) કહેર જોવા મળ્યો છે. સ્કોડા કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, જ્યારે એક મહિલાનું મોત થયું છે. આ ઘટના HCG હોસ્પિટલની બાજુમાં દેરાસર નજીક બની હતી. સમગ્ર ઘટના મામલે એલ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
સફેદ કલરની સ્કોડા કારના ચાલક નિલેશ જગદીશભાઈ પટેલે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે રોડ પર જઈ રહેલા રાહદારીઓ અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે રોનકબહેન પરીખ (ઉં.વ.40) નામની એક મહિલાનું મૃત્યુ થયું છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, ડ્રાઇવરે દારૂ પીધો હોઈ શકે છે. જો કે, તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. ઈજાગ્રસ્તોમાં બે લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ પ્રકારે ફુલ સ્પીડે કાર ચલાવીને લોકોને ઉડાવનારો કાર માલિક તેમજ મુખ્ય આરોપી ભાવિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે.
ટ્રાફિક DCP નીતા દેસાઈએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમને હજુ સુધી CCTV ફૂટેજ મળ્યા નથી, પરંતુ અમે તેની તપાસ કરી રહ્યા છીએ. જો કોઈ પોલીસકર્મીની આ ઘટનામાં સંડોવણી જણાશે, તો અમે તેમને બક્ષીશું નહીં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે." તેમણે ઉમેર્યું કે, "પ્રાથમિક તપાસમાં આરોપી નશાની હાલતમાં હોવાનું જણાયું છે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આરોપી લોજિસ્ટિક્સના વ્યવસાય સાથે સંકળાયેલો છે."
DCP દેસાઈએ વધુમાં જણાવ્યું કે, "પોલીસ લખેલી કાળા કલરની હેરિયર કાર અને તેમાં સવાર લોકો વિશે પણ તપાસ કરવામાં આવશે. જો કોઈ પોલીસ કર્મચારીએ આરોપીને મદદ કરી હોવાનું પુરવાર થશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ સ્ટેશનની બહાર લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું, જે ઘટનાની ગંભીરતા દર્શાવતું હતું. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સેક્ટર 1 જેસીપી, ઝોન 1 એસીપી, ટ્રાફિક ડીસીપી અને સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. આ ઉપરાંત, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતે સમગ્ર અમદાવાદ શહેરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.