Ahmedabad Plane Crash : હૃદય ચીરી નાખતી ઘટના, પુત્રને બચાવવા માતાની મોત સામે દોટ...
પુત્રને બચાવવા માટે માતાએ જીવનની પરવા કર્યા વિના આગ તરફ દોટ લગાવી, પરંતુ સફળ ન થઈ...!

માતૃપ્રેમનો કરુણ અંત!

માતૃપ્રેમનો કરુણ અંત!
અમદાવાદ (Ahmedabad)માં બનેલી કાળમુખી પ્લેન દુર્ઘટનાએ માત્ર અનેક પરિવારોના માળા જ વિંખ્યાં નથી, પરંતુ માતા-પુત્રના સ્નેહનું એક હૃદયદ્રાવક અને કંપાવી દેનારું દ્રશ્ય પણ સામે આવ્યું છે, જે કાયમ માટે આ શહેરના હૃદયમાં ઊંડો ઘા છોડી જશે. પ્લેન ક્રેશના ભયાનક વિનાશ વચ્ચે, એક માતા માટે ટિફિન લઈને આવતો પુત્ર આગની ભયાવહ જ્વાળાઓમાં ભરખાઈ ગયો, અને તેને બચાવવા માટે માતાએ જીવનની પરવા કર્યા વિના મોત સામે દોટ લગાવી.
માતાની ચીસો અને પ્રેમભર્યા સંઘર્ષનો અંત...
આ કરુણાંતિકાનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે જોનાર દરેકની આંખોમાં આંસુ લાવી દીધા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, પ્લેન ક્રેશ થયા બાદ ભયાનક આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે, એક પુત્ર પોતાની માતા માટે ટિફિન લઈને આવી રહ્યો હતો. આ જ સમયે પ્લેનનો કાટમાળ અને આગનો ભડકો તેના પર પડ્યો. પોતાના પુત્રને આગની જ્વાળાઓમાં ઘેરાયેલો જોઈને, માતાએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના જીવલેણ આગ તરફ દોટ લગાવી. તેની ચીસો અને પુત્રને બચાવવાનો એ છેલ્લો પ્રયાસ, એ પ્રેમભર્યા સંઘર્ષનો છેલ્લો મોમેન્ટ હતો, જે જીવનભર યાદ રહી જશે.
પ્લેન ક્રેશનો ભયાવહ પ્રલય...
પ્લેન ક્રેશના વિસ્ફોટથી આજુબાજુના રહીશો ભયભીત થઈ ગયા હતા. ચારેબાજુ ચીસો, અફરાતફરી અને મદદ માટેની હાકલો સંભળાતી હતી. આ જીવલેણ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે, અને તેના ભયાવહ દ્રશ્યો કોઈપણ વ્યક્તિના હૃદયને કંપાવી દે તેવા છે.
આ પણ વાંચો : Rajkot : પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી રાજકોટ સ્તબ્ધ, શુક્રવારે 600 થી વધુ શાળાઓ બંધ
આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ માતા-પુત્રના આ હૃદયદ્રાવક દ્રશ્યે સૌને હચમચાવી દીધા છે. આ કરુણાંતિકા એ દર્શાવે છે કે આ આકાશી આફતે કેટલા પરિવારોનું ભવિષ્ય છીનવી લીધું છે અને કેટલા અનમોલ સંબંધોનો કરુણ અંત આણ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : ભાવિ માતા-પિતા અને ગર્ભમાંનું બાળક પણ ન બચ્યું, પરંતુ બાળ ગોપાલ...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.