Ahmedabad Plane Crash : 259 ના મોત છતાં UN તપાસની ભારતે ના પાડી, રહસ્યમય વિલંબથી સવાલો!
દુર્ઘટનાના બે અઠવાડિયા પછી પણ બ્લેક બૉક્સનો ડેટા ડાઉનલોડ કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જે સામાન્ય રીતે ઝડપી...

બ્લેક બોક્સનો ડેટા કેમ ગુપ્ત?

બ્લેક બોક્સનો ડેટા કેમ ગુપ્ત?
12 જૂનના રોજ અમદાવાદમાં બનેલી ગોઝારી એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 259 નિર્દોષ લોકોના કરુણ મોત થયા હતા. આ ભયાનક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, પરંતુ તેની તપાસ પ્રક્રિયામાં ચાલી રહેલો રહસ્યમય વિલંબ અને ભારત સરકારનું વલણ અનેક ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાની ગંભીરતાને પારખીને, યુનાઈટેડ નેશન્સ (UN)ની તપાસ ટીમને સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ ભારતે આ માંગને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. ભારતે જણાવ્યું છે કે, "અમે ICAO (International Civil Aviation Organization) પ્રોટોકોલ મુજબ પોતે જ તપાસ કરી રહ્યા છીએ અને અમને કોઈ બાહ્ય મદદની જરૂર નથી." આશ્ચર્યજનક રીતે, ICAO એ પણ આ દુર્ઘટનામાં નિરીક્ષક તરીકે પોતાની ટીમ મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ભારતે તેનો પણ ઇનકાર કર્યો છે. આ વલણ પારદર્શિતા અને આંતરરાષ્ટ્રીય સહયોગના સિદ્ધાંતોથી વિરુદ્ધ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
દુર્ઘટનાના બે અઠવાડિયા બાદ પણ તપાસની ગતિ ધીમી રહી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા બ્લેક બૉક્સનો ડેટા હજુ બે સપ્તાહમાં ડાઉનલોડ કરવાની વાત કરવામાં આવી રહી છે. આ સામાન્ય રીતે ખુબ જ ઝડપથી થતી પ્રક્રિયા છે, ત્યારે આટલો વિલંબ શા માટે તે એક મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો : Ahmedabad : રથયાત્રામાં હાથીનો આતંક જોઇને 1985 માં 'રાજુપ્રસાદ'નો ચમત્કાર યાદ આવ્યો...
સિક્યોરિટી એક્સપર્ટ્સ દ્વારા આ તપાસમાં થઈ રહેલા વિલંબ અને બ્લેક બૉક્સને ડિકોડ કરવાની પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે, આવા મોટા પ્લેન ક્રેશના કિસ્સામાં 30 દિવસમાં પ્રારંભિક રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, પરંતુ આ કેસમાં ચાલી રહેલો અસામાન્ય વિલંબ ગંભીર મૂંઝવણ ઊભી કરી રહ્યો છે. શું સરકાર કઈંક છુપાવવાનો પ્રયાસ કરી રહી છે? શું તપાસની દિશા અને દશા અંગે કોઈ શંકા છે?
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : મેડિકલના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી માફ, મૃતકોની ફી પણ પરત કરાશે...
259 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનામાં સત્ય બહાર લાવવું અત્યંત અનિવાર્ય છે. ભારત સરકારે પારદર્શિતા દાખવીને તાત્કાલિક ધોરણે તપાસ પ્રક્રિયાને વેગ આપવો જોઈએ અને તમામ શંકાઓનું નિરાકરણ લાવવું જોઈએ, જેથી મૃતકોના પરિવારોને ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.
આ પણ વાંચો : Gir પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જમજીર ધોધમાં 6 પ્રવાસીઓ ફસાયા, દિલધડક રેસ્ક્યુ...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?