Ahmedabad Plane Crash : મેડિકલના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી માફ, મૃતકોની ફી પણ પરત કરાશે...
અમદાવાદ પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત 12 મેડિકલ સ્ટુડન્ટ્સની સંપૂર્ણ ફી માફ કરવાની જાહેરાત...

ગુજરાત યુનિવર્સિટીનો માનવીય નિર્ણય...

ગુજરાત યુનિવર્સિટીનો માનવીય નિર્ણય...
તાજેતરમાં અમદાવાદ નજીક બનેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં B.J. મેડિકલ કોલેજના ચાર તેજસ્વી વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય બાર વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કરુણ ઘટનાને પગલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સંપૂર્ણ શૈક્ષણિક ફી માફ કરવામાં આવશે અને મૃતક વિદ્યાર્થીઓની ટ્યુશન તથા શૈક્ષણિક ફી પણ પરત કરવામાં આવશે.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા કુલ 12 વિદ્યાર્થીઓની સમગ્ર શૈક્ષણિક ફી માફ કરવાનો નિર્ણય લેવાયો છે. આ 12 વિદ્યાર્થીઓમાં MBBS ના 10 વિદ્યાર્થીઓ, ફિઝિયોથેરાપીનો 1 વિદ્યાર્થી અને 1 રેસિડેન્ટ ડોક્ટરનો સમાવેશ થાય છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય દુર્ઘટનાની પીઠભૂમિએ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને આર્થિક રાહત આપવાના ઉદ્દેશ્યથી લેવાયો છે.
આ ઉપરાંત, દુર્ભાગ્યપૂર્ણ રીતે જીવ ગુમાવનાર ચાર વિદ્યાર્થીઓની ટ્યુશન અને શૈક્ષણિક ફી પણ તેમના પરિવારજનોને પરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ જુનિયર ડોક્ટર એસોસિયેશનની સતત રજૂઆતો અને પ્રયાસો મુખ્ય રહ્યા છે. એસોસિયેશન દ્વારા યુનિવર્સિટી અને સરકાર સમક્ષ આ મામલે સંવેદનશીલતા દાખવી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Gir પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જમજીર ધોધમાં 6 પ્રવાસીઓ ફસાયા, દિલધડક રેસ્ક્યુ...
ઉલ્લેખનીય છે કે B.J. મેડિકલ કોલેજ એક સરકારી કોલેજ હોવાને કારણે, ગુજરાત સરકાર તરફથી પણ ઈજાગ્રસ્તોની ફી માફી અને મૃતકોની ફી પરત કરવામાં આવશે. આ નિર્ણય વિદ્યાર્થી સમુદાય અને વાલીઓમાં સંતોષની લાગણી જન્માવી છે, કારણ કે આ કપરા સમયમાં તેમને મોટી આર્થિક મદદ મળશે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, યુનિવર્સિટી અને સરકારનો આ નિર્ણય પ્રશંસનીય છે.
આ પણ વાંચો : Bhavnagar : 'વિકાસ'ના નામે ખુલ્લા મોતનાં ખાડાઓ, બે નિર્દોષ બાળકોનો ભોગ!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?