અમદાવાદમાં ખેંચ આવતા ચાલકે 6 લોકોને લીધા અડફેટે
એક યુવતીનું મોત, જુઓ ભયાનક અકસ્માતના લાઈવ CCTV

ખેંચ આવતા ચાલકે 6 લોકોને લીધા અડફેટે

ખેંચ આવતા ચાલકે 6 લોકોને લીધા અડફેટે
Ahmedabad News: શહેરના રખિયાલ વિસ્તારમાં 22 જૂનની મોડીરાત્રે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અજિત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર ચાલુ કારે ચાલકને અચાનક ખેંચ આવી જતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી લક્ઝરી કારે રોડ પર જતા 6 જેટલા લોકોને અને હોટેલની બહાર પડેલી ટેબલ-ખુરશીઓને હવામાં ઉડાવ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
કારમાં પરિવાર પણ સવાર હતો
પોલીસની પ્રાથમિક તપાસમાંથી મળતી વિગતો અનુસાર, ઓઢવના વિરાટનગર રોડ પર આવેલા શ્રદ્ધા બંગલોમાં રહેતા 40 વર્ષીય મયંકકુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કાર લઈને પસાર થઈ રહ્યા હતા. આ કારમાં તેમની સાથે પત્ની ડિમ્પલબેન અને દીકરો કર્મ પણ સવાર હતા. રાત્રે અંદાજે 9:40 વાગ્યે અજિત મિલ બ્રિજ ઉતરતી વખતે મયંકકુમારને અચાનક ખેંચ આવી ગઈ હતી, જેના કારણે તેમનો કાર પરથી કાબૂ સંપૂર્ણપણે છૂટી ગયો હતો.
#Ahmedabad
— Benefit News 24 (@BenefitNews24) June 23, 2026
બાપુનગરમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ભયંકર અકસ્માત
અજિત મિલ બ્રિજ પાસે બેકાબૂ કારે વાહનોને અડફેટે લીધા
અકસ્માતમાં એક મહિલાનું મોત, 6 લોકો ઘાયલ થયા
કારચાલકને અચાનક ખેંચ આવતા સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો
કાબૂ બહારની કાર વાહનો અને હોટેલ સામાન ઉડાવી નજીકની દુકાનમાં ઘૂસી ગઈ… pic.twitter.com/fSiU7788Fk
રિક્ષા અને 3 એક્ટિવાને કચડી કાર દુકાનમાં ઘૂસી ગઈ
કાબૂ બહાર ગયેલી આ કારે ગરીબનગર ચાર રસ્તા પાસે સૌથી પહેલા એક ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ત્યાર બાદ રસ્તા પરથી પસાર થઈ રહેલી 3 એક્ટિવા અને 1 બાઈક સવારને અડફેટે લઈને કચડ્યા હતા. લોકોને અડફેટે લીધા બાદ પણ કાર ઉભી રહી નહોતી અને નજીકની એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારા સ્થાનિક લોકોના મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી.
ઘટનાસ્થળે 500થી વધુ લોકોનું ટોળું ઉમટ્યું, મોટો પોલીસ કાફલો તૈનાત
બ્લાસ્ટ જેવા અવાજ સાથે થયેલા આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને જોતજોતામાં ઘટનાસ્થળે 500થી વધુ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ તંગ બનતા સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહ અને 2 એસીપી તથા પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ ઉશ્કેરાયેલા ટોળાને દૂર કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ શરૂ
"H" ડિવિઝન ટ્રાફિક પીઆઈ એચ. વી. ધંધુકિયાએ જણાવ્યું કે, અકસ્માતમાં ભોગ બનેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર કારચાલક મયંકકુમાર પટેલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત નાજુક હોવાથી હાલ તેમનું સત્તાવાર નિવેદન લઈ શકાયું નથી. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ભવિષ્યમાં આવા અકસ્માતો રોકવા માટે આ ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?