અમદાવાદ મેટ્રોનો વ્યાપક વિસ્તાર,સર્ક્યુલર રૂટ બનશે
મેટ્રોના નવા રૂટ માટે DPR પ્રક્રિયા શરૂ, શહેરના લગભગ દરેક વિસ્તારમાં મેટ્રો પહોંચશે
અમદાવાદ મેટ્રોનો સર્ક્યુલર રૂટ બનશે
અમદાવાદ મેટ્રોનો સર્ક્યુલર રૂટ બનશે
અમદાવાદમાં મેટ્રોનો વ્યાપક વિસ્તાર થઈ રહ્યો છે. ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ કોરિડોર બાદ હવે મેટ્રોનો ત્રીજો ફેઝ શરૂ થવાની તૈયારીમાં છે, જેમાં શહેરના મહત્ત્વપૂર્ણ વિસ્તારોને જોડીને રિંગ રોડની જેમ એક સર્ક્યુલર રૂટ બનાવવાની યોજના છે. આ પગલાથી શહેરના લગભગ દરેક વિસ્તારના નાગરિકોને મેટ્રો સુધી સરળતાથી પહોંચ મળી શકશે.
ત્રણ નવા મહત્ત્વપૂર્ણ રૂટ માટે DPRની પ્રક્રિયા શરૂ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ને આ ત્રણ નવા કોરિડોર માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે જિયોટેક્નિકલ અને ટોપોગ્રાફિકલ સર્વેની મંજૂરી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી માંગવામાં આવી છે.
આ ત્રણ નવા રૂટ:
થલતેજ ગામથી ગોધાવી: મેટ્રો થલતેજ ગામથી આગળ વધીને ઝડપથી વિકસતા બોપલ, શીલજ અને ગોધાવી જેવા દક્ષિણના વિસ્તારોને જોડશે.
શીલજ સર્કલથી સનાથલ: આ રૂટ નવા રહેણાંક વિસ્તારોને ઔદ્યોગિક વિસ્તાર સનાથલ સાથે જોડશે, જેનાથી નોકરિયાત વર્ગને સીધી કનેક્ટિવિટી મળશે.
આરટીઓ-જીવરાજ-નારોલ-મેમ્કો (સર્ક્યુલર રૂટ): આ સૌથી લાંબો અને મહત્ત્વપૂર્ણ રૂટ હશે. તે આરટીઓથી શરૂ થઈને જીવરાજ પાર્ક, નારોલ અને મેમ્કોને જોડશે, જેનાથી શહેરના મધ્યમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને હજારો લોકોને પરિવહનનો સસ્તો વિકલ્પ મળશે.
હાલ અમદાવાદમાં 62.7 કિમીનું મેટ્રો નેટવર્ક કાર્યરત છે. ફેઝ-2 અને ફેઝ-3 પૂર્ણ થયા બાદ, અમદાવાદનું મેટ્રો નેટવર્ક દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોની સમકક્ષ પહોંચી જશે.
બીજા ફેઝમાં પણ વિસ્તરણ:
ફેઝ-2માં ગિફ્ટ સિટીમાં 10 કિમીનો સર્ક્યુલર રૂટ અને એરપોર્ટ સુધીના રૂટનો DPR પણ તૈયાર થઈ ચૂક્યો છે. આ રૂટ દ્વારા મોટેરાથી કોટેશ્વર થઈને અમદાવાદ એરપોર્ટને જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ માટેની મંજૂરી કેન્દ્ર સરકાર સમક્ષ મોકલવામાં આવી છે.
આ તમામ યોજનાઓ પૂર્ણ થયા બાદ, અમદાવાદ ભારતના પાંચમા સૌથી મોટા મેટ્રો નેટવર્ક ધરાવતા શહેર તરીકે ઊભરી આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.