અમદાવાદ મેટ્રોનો 4 કલર કોડથી ઓળખાશે રૂટ
મેટ્રોની તર્જ પર બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ એમ ચાર નવા કલર કોડ જાહેર કર્યા

અમદાવાદ મેટ્રો

અમદાવાદ મેટ્રો
અમદાવાદની ટ્રાફિક સમસ્યાનો પર્યાય બનેલી અમદાવાદ મેટ્રો રેલ સર્વિસમાં મુસાફરોની સુવિધા માટે એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હવે મુસાફરોને રૂટ ઓળખવામાં મૂંઝવણ ન થાય તે માટે આખું નેટવર્ક 4 મુખ્ય કલર કોડમાં વહેંચી દેવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમ મુજબ, વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના પૂર્વ-પશ્ચિમ કોરિડોરને બ્લ્યુ લાઈન (Blue Line) તરીકે ઓળખવામાં આવશે. તેવી જ રીતે, વાસણા APMC થી મોટેરા સ્ટેડિયમ સુધીના ઉત્તર-દક્ષિણ કોરિડોરને રેડ લાઈન (Red Line) નામ આપવામાં આવ્યું છે.
પ્રવાસીઓ કલર જોઈને જ સાચા પ્લેટફોર્મ પર પહોંચશે
મેટ્રોના વધતા વ્યાપ સાથે હવે ગાંધીનગર અને ગિફ્ટ સિટીના રૂટને પણ અલગ કલર કોડ અપાયા છે, જેમાં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના રૂટને યલો લાઈન (Yellow Line) અને GNLUથી ગિફ્ટ સિટી સુધીના રૂટને વાયોલેટ લાઈન (Violet Line) તરીકે ઓળખવામાં આવશે. આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ સ્ટેશનો પર મુસાફરોને સાઈન બોર્ડ અને ડિસ્પ્લે દ્વારા સરળ નેવિગેશન પૂરું પાડવાનું છે, જેથી પ્રવાસીઓ માત્ર કલર જોઈને જ સાચા પ્લેટફોર્મ પર પહોંચી શકે.

રેડ લાઈન દ્વારા મોટેરા સ્ટેડિયમ પહોંચશે
આ કલર કોડ સિસ્ટમ લાગુ થવાથી અમદાવાદ મેટ્રો હવે લંડન અને દિલ્હી જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના મેટ્રો નેટવર્કની હરોળમાં આવી ગઈ છે. મુસાફરો માટે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, જો તમારે બ્લ્યુ લાઈન પરથી રેડ લાઈન પર જવું હોય, તો 'ઓલ્ડ હાઈકોર્ટ' સ્ટેશન મુખ્ય ઈન્ટરચેન્જ જંક્શન તરીકે કામ કરશે. તેવી જ રીતે, અમદાવાદથી ગાંધીનગર જવા માંગતા મુસાફરોએ રેડ લાઈન દ્વારા મોટેરા સ્ટેડિયમ પહોંચી ત્યાંથી યલો લાઈનમાં ટ્રાન્સફર થવું પડશે.
રંગીન સાઈન બોર્ડ લગાવવાની કામગીરી પણ શરૂ
જો કોઈ મુસાફર ગિફ્ટ સિટી જવા માંગતા હોય, તો તેમણે યલો લાઈન પર મુસાફરી કરતી વખતે GNLU સ્ટેશન પર ઉતરીને વાયોલેટ લાઈન પકડવી પડશે. આ આધુનિક ફેરફારથી ખાસ કરીને નવા આવતા પ્રવાસીઓ અને વડીલો માટે મેટ્રો નેટવર્ક સમજવું અત્યંત સરળ બનશે. ફેઝ-2 ની શરૂઆત સાથે આ કલર કોડિંગ સિસ્ટમ અમદાવાદીઓની મુસાફરીને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવશે. સ્ટેશનો પર હવે નવા રંગીન સાઈન બોર્ડ લગાવવાની કામગીરી પણ વેગવંતી કરવામાં આવી છે, જેથી મુસાફરો દૂરથી જ પોતાનો રૂટ ઓળખી શકે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.