અમદાવાદ: પાંચકુવા રેવડી બજારમાં ભીષણ આગનો તાંડવ
કાલુપુર સિંધી માર્કેટમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં 30થી વધુ દુકાનો સ્વાહા

અમદાવાદ પાંચકુવા રેવડી બજાર આગ

અમદાવાદ પાંચકુવા રેવડી બજાર આગ
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાંચકુવા રેવડી બજાર અને જાણીતા સિંધી માર્કેટમાં લાગેલી આ વિકરાળ આગમાં જોતજોતામાં કાપડની અનેક દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીઓને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
શોર્ટ સર્કિટ બાદ કાપડના જથ્થાએ પકડ્યો વેગ :
ઘટનાની વિગતો મુજબ, આજે 18 માર્ચના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાની આસપાસ એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગની શરૂઆત થઈ હતી. પ્લાસ્ટિકના સામાનમાં લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ બાજુની કાપડની દુકાનોને લપેટમાં લીધી હતી. કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ અને લગભગ 25 થી 30 જેટલી દુકાનો ધડાધડ સળગવા લાગી હતી. આસપાસના વેપારીઓએ જીવ બચાવવા માટે ભાગદોડ કરી હતી અને કિંમતી માલસામાન સુરક્ષિત સ્થળે ખસેડવા પ્રયાસો કર્યા હતા.
ફાયર બ્રિગેડનું મેગા ઓપરેશન :
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર વિભાગે તાત્કાલિક અસરથી મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ 21થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ અને 70 થી 85 જેટલા અનુભવી જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાંકડી ગલીઓ હોવા છતાં ફાયરની ટીમે ચારે બાજુથી પાણીનો મારો ચલાવી અડધા કલાકમાં જ આગને આગળ વધતી અટકાવી દીધી હતી. હાલમાં આગ સંપૂર્ણપણે શાંત છે અને કૂલિંગની કામગીરી ચાલુ છે.
વેપારીઓને કરોડોનું નુકસાન અને ટ્રાફિકની સમસ્યા :
પ્રાથમિક અંદાજ મુજબ, આ આગમાં વેપારીઓનો અંદાજે 1 થી 1.5 કરોડ રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. માર્ચ એન્ડિંગના સમયે આટલું મોટું નુકસાન થતા વેપારીઓમાં શોકનો માહોલ છે. બીજી તરફ, કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને કારણે ટ્રાફિક ડાયવર્ઝન સિંધી માર્કેટ તરફ હોવાથી બપોરના સમયે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી પડી હતી. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.