સુરત બાદ હવે અમદાવાદમાં AC ડોમમાં ગરબાનો ટ્રેન્ડ
સુરતની જેમ આ વર્ષે અમદાવાદમાં પણ AC ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે
AC ડોમમાં ગરબાનો ટ્રેન્ડ
AC ડોમમાં ગરબાનો ટ્રેન્ડ
સુરતમાં છેલ્લા 5 વર્ષથી બેન્કવેટ અને ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, પરંતુ છેલ્લા 2 વર્ષથી ટેમ્પરરી AC ડોમમાં ગરબાનું આયોજન કરવાનું શરૂ થયું છે. ગત વર્ષે સુરતમાં યશવી ગરબામાં કિંજલ દવેએ આ ટ્રેન્ડ સેટ કર્યો અને હવે અમદાવાદ પણ સુરતને ફોલો કરી રહ્યું છે. આ વર્ષે અમદાવાદમાં 3 જગ્યાએ ટેમ્પરરી એસી ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં નોરતા નગરીમાં કીર્તિદાન ગઢવી, સ્વર્ણિમ નગરી ગરબામાં જીગરદાન ગઢવી અને સુવર્ણ નવરાત્રિ એસી ડોમમાં પૂર્વા મંત્રી ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે. આ નવરાત્રિની નવીનતાને કારણે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં AC ડોમની તૈયારીઓ
અમદાવાદના એસજી હાઈવે પર આવેલા સુવર્ણ પાર્ટી પ્લોટ પર ડોમ બનાવવાનું કામ 25મી ઓગસ્ટથી ચાલી રહ્યું છે અને તે લગભગ 15મી સપ્ટેમ્બર સુધી પૂર્ણ થઈ જશે. અત્યારે ડોમની અંદરની દીવાલો અને ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું છે. આ પાર્ટી પ્લોટમાં 2 મુખ્ય સેક્શન પાડવામાં આવ્યા છે.
6,000થી વધુ લોકો બેસીને ગરબા જોઈ શકશે
સ્ટેજની આગળનો ભાગ પ્લેટિનમ અને પાછળનો ભાગ ગોલ્ડન. પ્રોજેક્ટ હેડ અક્ષયે જણાવ્યું હતું કે, આયોજનને 4 સેક્શનમાં વહેંચવામાં આવ્યું છે. મુખ્ય પ્લેઈંગ એરિયા, સેફ્ટી સેક્શન, ફૂડ એરિયા અને ફ્રન્ટ એરિયા. આ વર્ષે એસી ડોમ ગરબામાં 20,000 ખેલૈયાઓ એકસાથે ગરબા રમી શકશે અને 6,000થી વધુ લોકો બેસીને ગરબા જોઈ શકશે. સુરક્ષા માટે ફાયર સેફ્ટી અને વધારે એક્ઝિટ ગેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેલૈયાઓ માટે ખાસ વ્યવસ્થા
ડેકોરનું પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે અને 8,000 ચોરસ ફૂટમાં LED સ્ક્રીન લગાવવામાં આવી છે, જેથી બધા ખેલૈયાઓ સરળતાથી જોઈ શકે. થીમ આધારિત વાઈબ્સ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ફૂડ એરિયામાં 14થી 16 સ્ટોલ્સ હશે, જેથી ખેલૈયાઓને બહાર જવાની જરૂર ન પડે. આ ઉપરાંત, થાકેલા ખેલૈયાઓ માટે ફૂટ મસાજ સેન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જોકે આ સુવિધા મર્યાદિત સ્લોટ માટે જ ઉપલબ્ધ રહેશે. આ તમામ વ્યવસ્થાને કારણે એસી ડોમ ગરબા ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો